રાજકોટ તા.1
મોરબી હાઈવે પર મોમાઈ હોટેલ પાછળ રહેતી દેવુબેન જસવંતભાઈ પારેખ ઉ.વ.27 ગત રોજ જયુબીલી બગીચા પાસે બસ સ્ટોપ નજીક ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીનાં સ્ટાફે એ.ડીવી.પોલીસને જાણ કરી હતી.
વધુમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેને થોડા વર્ષ પહેલા મોરબીનાં મોરબી શખ્સ સાથે લગ્ન કર્યા હતા જે બાદ તેની સાથે છુટાછેટા પણ લઈ લીધા હતા અને જે માટે શખ્સને રૂા.બે લાખ પણ ચુકવ્યા હતા. છતા શખ્સ ઘેર આવી મારકુટ કરી ધમકી આપતો હતો.જેનાંથી કંટાળીને પગલુ ભર્યાનું જણાવ્યું હતું બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.