ગંજીવાડાના અજયે દારૂનું પીઠું ખોલ્યું:પોલીસે રેઇડ પાડી ત્રણ પીધેલા સહિત ચારને ઝડપી લીધા

01 February 2023 05:30 PM
Rajkot Crime
  • ગંજીવાડાના અજયે દારૂનું પીઠું ખોલ્યું:પોલીસે રેઇડ પાડી ત્રણ પીધેલા સહિત ચારને ઝડપી લીધા

આ ગુન્હા હેઠળ 10 વર્ષ અને એક લાખના દંડની જોગવાઈ:પોલીસે ચારેયને જેલ ભેગા કરવા તજવીજ આદરી : અજય પોતાના મકાનમાં પ્યાસીઓને દારૂ અને બાઇટિંગની વ્યવસ્થા કરી આપતો!!

રાજકોટ,તા.1 : રાજકોટ શહેરમાં નશાબંધીધારાની કડક અમલવારી થાય માટે રાજયમા નશાબંધીની નીતીની કડક અમલવારી થાય તે માટે સરકાર કટીબંધ છે.ત્યારે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગંજીવાડા વિસ્તારમાં અજયભાઇ ગોરધનભાઇ રંગપરાના પોતાના મકાનમા દારૂની મહેફીલ ચલાવતો અને પ્યાસીઓ દારૂ પીવા આવે તેમને બાઇટિંગ સહિતની સુવિધાઓ પુરી પાડતો હતો.

સમગ્ર ઘટના અંગે બાતમી મળતા થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ ડો.એલ.કે.જેઠવા,એ.એસ.આઇ જે.પી.નીમાવત,હેડકોન્સ્ટેબલ વી.બી.ધાણજા, બી.આર.વાસણી,ડી.એ.અધેરા અને નરેશભાઇ ચાવડાએ બાતમીને આધારે અજયના મકાનમાં રેઇડ પાડી અજયભાઇ ગોરધનભાઇ રંગપરા(રહે. ગંજીવાડા શેરી નંબર 73,ભાવનગર રોડ),મહેશભાઇ ભીખાભાઇ રાઠોડ(રહે. ગંજીવાડા શેરી નંબર પર . ભાવનગર રોડ,રાજકોટ શહેર),જગદીશભાઇ બાબુભાઇ જોડીયા(રહે.ગંજીવાડા શેરી નંબર 56, ભાવનગર રોડ, રાજકોટ શહેર)

અને કિશોરભાઇ સોમાભાઇ મકવાણા(રહે. ગંજીવાડા શેરી નંબર 79,ભાવનગર રોડ, રાજકોટ શહેર)ની ધરપકડ કરી હતી.તમામ પાસેથી કુલ મુદ્દામાલ રૂ.23,040 કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ઘણા સમયથી રાજકોટ શહેરમાં પ્રોહીબીશન એકટની કલમ 68 મુજબ કે જે નીયમની જોગવાઇની હતી.આ ગુન્હામા આરોપીઓ વિરુદ્ધ 10 વર્ષ અને 1 લાખ રૂપીયાના દંડની જોગવાઇ કાયદામાં કરવામા આવી છે.આ કેશ ઘણાસમય પછી થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામા આવી છે.આ બનાવમાં પકડાયેલો મહેશ અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર બેઇઝ પર કામ કરતો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement