રાજકોટ,તા.1 : પુત્રવધૂને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ માંગ્યાના ગુનામાં સાસરિયાના સભ્યોનો નિર્દોષ છુટકારો થયો છે.આ કેસની વિગત જોઈએ તો, ફરીયાદી પરિણીતા કંચનબેન નીતીનભાઇ સરધારા(રહે.રાજકોટ)એ આરોપીઓ કરસનભાઇ જસમતભાઇ સરધારા, સંજયભાઇ કરસનભાઇ સરધારા, સોનલભાઇ સંજયભાઇ સરધારા વિરૂદ્ધ આઇ.પી.સી. 498(6), 406, 354એ(આઇ), 323,506(2), 114 મુજબ તથા દહેજ ધારાની કલમ-3, 4 મુજબ ફરીયાદ નોંધાવેલ હતી. કેસ ચાલતા આરોપીઓના એડવોકેટ નયનાબેન આર. રાઠોડે લેખિત મૌખિક દલીલો કરી હતી અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા તેમજ ઉલટ તપાસ કરી હતી. જેને ધ્યાને લઇ કોર્ટે ધ્યાને લઈ ફરીયાદ પક્ષે ફરીયાદી તેનો કેસ સાબીત કરી શકેલ નહી અને પુરાવાના અભાવના કારણે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી નયનાબેન આર. રાઠોડ રોકાયેલા હતા.