ઢોર ચરાવાના ઝઘડામાં હત્યા કોશિશ થયાના ગુનામાં મહિલા આરોપી સહિત બેનો જામીન પર છુટકારો

01 February 2023 05:31 PM
Rajkot
  • ઢોર ચરાવાના ઝઘડામાં હત્યા કોશિશ થયાના ગુનામાં મહિલા આરોપી સહિત બેનો જામીન પર છુટકારો

ગારીડા ગામની વીડીમાં ઢોર ચરાવવાની ના કહેતા માથાકૂટ થયેલી

રાજકોટ, તા.1 : ગારીડા ગામે રહેતા હંસાબેન બથવાર, તેનો પુત્ર જીતુભાઇ બથવાર અને તેના ભત્રીજા જેન્તીભાઇ બથવાર વિરૂધ્ધ રાજકોટ શહેરનાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમા આઇ.પી.સી. કલમ 307, 324, 323, 114 વિગેરે મુજબની ગુનો દાખલ થયેલો. જેમાં વીડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ફરિયાદી અરવિંદભાઇ કુંભાણી, મનજીભાઇ રોજાસરા તથા તેમનો પુત્ર વિશાલ રોજાસરાએ ઝઘડો કરતા આરોપીઓએ પાઈપથી હુમલો કરતા અરવિંદને હેમરેજ જેવી ગંભીર ઇજા થઈ હતી. આરોપી હંસાબેન અને જયંતિભાઇની ધરપકડ બાદ જેલમાં રહેલા બન્ને આરોપીઓએ જામીન પર છુટવા અરજી કરેલ હતી. આરોપીના વકીલની દલીલો ધ્યાને લઇ એડી. સેસન્સ જજ એ રૂા. 15000ના શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં વકીલ ભરત હિરાણી, દિવ્યેશ મહેતા, કિરીટસિંહ જાડેજા, ઇરફાન સમા, પરેશભાઇ વરીયા, રાહુલ ભોજાણી, જયેશ ચૌહાણ, મુકેશ મકવાણા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement