રાજકોટ,તા.1 : વિજયભાઈ દોશી નામના વેપારીએ અંકલેશ્વર ભરૂચના ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી કે, એક ટ્રકમાં રૂ.20 લાખ 56 હજારની કિંમતનું 600 ટન ખાતર લોડ કર્યું હતું અને જે ટ્રકના ડ્રાઈવર અમિત કનેરીયાએ આ ખાતર બારોબાર વેચી નાખી ગુનો આચર્યા હતો. તપાસમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ હતી જેમાંથી ઓમપ્રકાશ નામના આરોપીએ ચોરીનો માલ અંકલેશ્વરના મનોજ બાબુલાલ અગ્રવાલ અને મૌલિક રામાણીને વેચી નાખ્યો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે શોધખોળ કરી બન્ને આરોપી મનોજ અને મૌલિકને ભાગેડુ જાહેર કર્યા હતા. જે પછી આરોપી મનોજ અને મૌલિકએ ધરપકડની ભીતિએ અંકલેશ્વર જોઈન્ટ ડિસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા તે રદ થઈ હતી. જેથી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા આરોપીના વકીલે દલીલો કરેલી કે, આરોપીઓ વેપારી છે. અંકલેશ્વરના કાયમી રહેવાસી છે. વગેરે દલીલો ધ્યાને લઈ કોર્ટે આગોતરા જામીન મંજુર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી મનોજ અને મૌલિક વતી હાઇકોર્ટમાં એડવોકેટ જય હરેશ પટેલ, હરેશ એચ. પટેલ, એન.જે. શાહ, હરેશ એન. જોશી રોકાયેલા હતા.