રાજકોટ,તા.1
શાપરના કારખાનામાં થયેલી ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ છે. શાપર મેઇન રોડ ક્રીચ ગેઇટ અંદર આવેલ પોલાઈટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામે હાર્ડવેરનું કારખાનું ધરાવતા રાજેશભાઇ પાંચાભાઇ હપાણી (રહે.કોઠારીયા મેઇન રોડ દેવપરા શેરી નં.3)ની ફરિયાદ પરથી ગુનો દાખલ થયો છે. તેમની ઓફિસમાંથી તસ્કરો 80 હજાર ચોરી ગયા છે.રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું કે, તા.31/01/2023 ના સવારના પાંચ વાગ્યા મારા કારખાનાના સીક્યુરીટી ગાર્ડ મુળજીભાઈનો મને ફોન આવેલ અને વાત કરેલ કે કારખાનામાં ચોરી થયેલ છે.
કારખાનાની ઓફીસનો દરવાજો તુટેલ છે. મેં જઈ જોયું તો ઓફીસના ટેબલના ખાનામાં રોકડ રૂ.80,000 રાખેલ હતા તે જોવામાં આવેલ નહી. સી.સી.ટી.વી. ચેક કરતા સાતથી આઠ માણસો મોઢે બુકાની બાંધેલ હાલતમાં મારા કારખાનાની દિવાલ ટપી અંદર આવી ચોરી કરી ગયાનું જોવા મળેલ. તપાસ કરતા અમારા વિસ્તારમાં આવેલ હેપી વાપર પ્રોડક્ટમાં, ગુડલક ફેબટેક, ક્લાસી ક્રીએશન, એચ.જે.એન્ટરપ્રાઝ અને પાયલ મેટલ ઇન્ડસ્ટ્રીઝ માં પણ ચોરી થયેલની જાણ થતા તેઓના કારખાનામાં પણ સી.સી.ટી.વી. ચેક કર્યા હતા. શાપર પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.