રાજકોટ,તા.1 : જીવરાજપાર્ક અંબિકાટાઉનશીપ ની સામે મોટામવા પાસે લક્ષ્મણ ટાઉનશીપ વીંગ ઇ ફ્લેટ નં.710 પાસે રહેતા ભારતીબા ભરતસિંહ પરમાર(ઉ.વ.31)એ તેમના પૂર્વ પતિ મહીપતસિંહ દીલીપસિંહ સોલંકી (રહે.ગાંધીગ્રામ શેરી નં.33,બી.બાપાસીતારામ ની મઢુલી પાસે,150 ફુટ રીંગ રોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભારતીબાએ જણાવ્યું હતું કે,હુ સી.એ.સી સેન્ટરની ઓફીસ જે રૈયારોડ નાણાવટી ચોક પાસે આવેલ છે
તે ચલાવુ છુ તથા મારા 2011 મા મહીપતીંહ સાથે લવ મેરેજ કરેલ હતા.જે સમય ગાળા મા મારે સંતાન મા એક દીકરો છે તથા એક વર્ષ પહેલા મે મારા પતિ મહીપતસિંહ સાથે સમજુતી કરાર કરી છુટાછેડા લઈ લીધા હતા તથા પુત્ર મારી સાથે રહે છે.આજે બપોરના હુ મારા ઘરે હતી ત્યારે મહીપતસીંહ મારા ટાઉનશીપ ના ગેઇટ પાસે આવી મને ફોન કર્યો હતો અને કહેલ કે તુ નીચે આવ પરંતુ હું નીચે ગયો નહી.તેમજ અમો એ સમજૂતી કરાર કરી છુટાછેડા લીધા હોય જેમા દીકરાને રવિવારના દીવસે તેમની પાસે મોકલી આપવાનો તેવી સમજુતી થઈ હોય તેમજ મહીપતસિંહ સાથે વારંવાર મને ફોન કરી છોકરાને મળવા માથાકૂટ કરતો હતો.
તેમજ હું જયા રહુ છુ ત્યા પાર્કીંગ મા બેસી રહેતો હતો અને મારી સાથે કોઇ મારામારી કરેલ નથી. પરંતુ નીચેથી ગાળો બોલતો હોય તેમજ હવે જયારે મળીશ.ત્યારે તને જાનથી મારી નાખીશ તેમજ પુત્ર ને ફીનાઇલ પીવડાવી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.તેમજ અગાઉ હું રૈયા રોડ ખાતે રહેતી ત્યારે મારી સાથે માર મારી ઝધડો કરેલ હતો. જેથી મે જે તે વખતે પોલીસમાં ફરીયાદ કરી હતી અને પોતે કાંઇ કામ ધંધો કરતો ન હોય તેમજ અગાઉ ફરીયાદ કરી હોય જે ગમતુ ન હોય જેનો ખાર રાખી હેરાન કરતો હોય તેમજ મે પોલીસમાં ફોન કરતા તે ત્યાંથી જતો રહ્યો હતો.આ મામલે પૂર્વ પતિ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.