રાજકોટ તા.1 : અમદાવાદ હાઈવે પર આઈઓસી પ્લાન્ટ પાસે વેલ્ડીંગની દુકાનમાં તીનપતીનો જુગાર રમતા અજય ભુંડીયા સહિત પાંચ શખ્સોને કુવાડવા રોડ પોલીસે દબોચી રૂા.75400ની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઈ. કે.જે.રાણાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અમદાવાદ હાઈવે પરના આઈઓસી પ્લાન્ટ સામે ચામુંડા પાનવાળી શેરીમાં આવેલ વેલ્ડીંગની દુકાન ધરાવતો પ્રવિણ ભીખા બેડવા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે
તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે હેડ કોન્સ. એ.બી.લોખીડ, વી.એ.ગજજર, કોન્સ. નિલેષભાઈ તથા મુકેશ સબાડે બાતમીના સ્થળે દુકાનમાં દરોડો પાડી પતા ટીંચતા પ્રવિણ ભીખા બેડવા (ઉં.35) (રહે. પ્રિન્સ રેસીડેન્સી બ્લોક નં.33, પીપળીયા), અજય કમા ભુંડીયા (ઉં.34) (રહે. પુનિતનગર સોસાયટી મેઈન રોડ, પાણીના ટાંકા પાછળ, 150 ફૂટ રીંગ રોડ) વિહા ધરમશી રાતોજા (ઉં.42) (રહે. લાલપરી સોસાયટી શેરી નં.6, ગ્રીનલેન્ડ ચોકડી પાસે), વશરામ હીન્ડુ મેવાળા (ઉં.31) (રહે. માલીયાસણ, રાજકોટ) અને નવધણ મશરૂ ગમારા (ઉં.30) (રહે. ચોટીલા)ને દબોચી રૂા.75400 રોકડા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.