રાજકોટ, તા.1
રાજકોટમાં એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે શાબ્દિક રકઝક થઈ છે. ઉગ્ર થઈ પીઆઈએ અપશબ્દો કહ્યાનો આક્ષેપ થયો છે. એનએસયુઆઈના કાર્યકરો કાલાવડ જડૂસ બ્રિજ પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય તેમની અટકાયત કરી છેક એરપોર્ટ પોલીસ મથકે લઈ જવાતા મામલો બીચક્યો હતો. એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો છે કે, એરપોર્ટ પોલીસ ચોકી (બામણબોર) ના પી.આઈ. ઝણકાટએ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે અત્યંત ગેરવર્તન કર્યું અને અપશબ્દો બોલી.
એનએસયુઆઈના એક દલિત આગેવાનને જ્ઞાતિ પ્રત્યે બેફામ શબ્દો બોલી હડધૂત કર્યા હતા. લોકશાહી ઢબે આંદોલન કરતા જતા છતાં અટકાયત કરવામાં આવી હતી. જેમાં અહીંયાં એરપોર્ટ ચોકીએ લઈ આવતા તમામ આગેવાનોને દબાવી ભાજપના ઇશારે કામ કર્યું હતું. જેથી એરપોર્ટ પોલીસ સ્ટેશને જ તમામ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેસી ગયા હતા અને પીઆઈને સસ્પેન્ડ કરી આ મામલે કાયદેસર પગલાં લેવા માંગ કરી હતી.