મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ: સૂર્ય અને શનિદેવની યુતિથી કઈ રાશિઓને લાભાલાભ?

01 February 2023 06:03 PM
Rajkot
  • મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ: સૂર્ય અને શનિદેવની યુતિથી કઈ રાશિઓને લાભાલાભ?

આગામી તા.18મીના મહાશિવરાત્રીને ખુબ જ ખાસ માનવામાં આવી રહી છે: મહાશિવરાત્રી અને પ્રદોષવ્રતમાં શિવભકિત શ્રેષ્ઠ રહેશે

રાજકોટ,તા.1 : મહાશિવરાત્રિના દિવસે ભક્તો મહાદેવને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજાનો સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ તિથી પર દેવાધિદેવ ભગવાન શિવના લગ્ન જગત જનની માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રિના દિવસે ભક્તો મહાદેવને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી નો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023 એટલે કે શનિવારે ઉજવવામાં આવશે. આ દિવસે જે લોકો સાચી નિષ્ઠા, ભક્તિ અને શ્રધ્ધાથી વ્રત કરે છે તેમનાથી મહાદેવ ચોક્કસ પ્રસન્ન થાય છે અને આ ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મહાશિવરાત્રીનો આ પવિત્ર દિવસ તમામ પ્રકારના શુભ અને મંગળ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ આ વખતની મહાશિવરાત્રીને પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.

મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ
હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં રહી છે. આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી ભગવાન શિવ ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પ્રદોષ વ્રત કરનારથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. પ્રદોષ વ્રતની સાથે જ આ દિવસે મહાશિવરાત્રિ પણ આવી રહી છે. આવી સ્થિતિમાં શિવ ભક્તો આ શુભ સંયોગથી વિશેષ લાભ મેળવી શકશે.

મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રતનો શુભ સમય
મહાશિવરાત્રીની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રે 08:02 વાગ્યે શરૂ થશે અને 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.
નિશિતા કાલનો સમય - 18 ફેબ્રુઆરી, બપોરે 11 વાગ્યા અને 52 મિનિટથી 12 વાગ્યા અને 42 મિનિટ સુધી
પ્રથમ પ્રહરની પૂજાનો સમય - 18 ફેબ્રુઆરી, સાંજે 06 વાગ્યા અને 40 મિનિટથી 09 વાગ્યા અને 46 મિનિટ સુધી
બીજા પ્રહરની પૂજાનો સમય - રાત્રે 09 વાગ્યા 46 મિનિટથી 12 વાગ્યા અને 52 મિનિટ સુધી
ત્રીજા પ્રહરની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી, બપોરે 12 વાગ્યા અને 52 મિનિટથી 03 વાગ્યા અને 59 મિનિટ સુધી
ચોથા પ્રહરની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી, સવારે 03 વાગ્યા અને 59 મિનિટથી 07 વાગ્યા અને 05 મિનિટ સુધી
પારણાનો સમય - 19 ફેબ્રુઆરી, 2023, સવારે 06 વાગ્યા અને 10 મિનિટથી બપોરે 02 વાગ્યા અને 40 મિનિટ સુધી
પ્રદોષ વ્રત 17 ફેબ્રુઆરી 2023, શુક્રવાર, રાત્રે 11 વાગ્યા અને 36 મિનિટે શરૂ થશે અને 18 ફેબ્રુઆરી 2023, શનિવાર, રાત્રે 08 વાગ્યા અને 02 મિનિટે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર પ્રદોષ વ્રત 18 ફેબ્રુઆરીએ જ રાખવામાં આવશે. શનિ પ્રદોષ વ્રતની પૂજાનો સમય સાંજે 06 વાગ્યા અને 13 મિનિટથી 08 વાગ્યા અને 02 મિનિટ સુધીનો રહેશે.

મહાશિવરાત્રી પર બદલાતી ગ્રહોની ચાલ
આ વખતે મહાશિવરાત્રિ પર શનિ પણ પોતાની રાશિ કુંભ રાશિમાં બેસશે. સાથે જ 13 ફેબ્રુઆરી 2023 ના રોજ સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે આ વખતે મહાશિવરાત્રી પર સૂર્ય અને શનિ એક જ રાશિ એટલે કે કુંભ રાશિમાં એક સાથે બિરાજમાન થશે, જેનાથી સૂર્ય-શનિનો સંયોગ બનશે. વૈદિક જ્યોતિષ મુજબ શનિ અને સૂર્ય બંને શત્રુ ગ્રહ છે. આ સાથે જ આ વખતે 15 ફેબ્રુઆરીએ શુક્ર પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે, મહાશિવરાત્રિ પર શુક્ર મીન રાશિમાં રહેશે. શુક્ર 12 માર્ચ સુધી મીન રાશિમાં રહેશે. શુક્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર શુક્રનું આ ગોચર અન્ય તમામ રાશિઓ માટે પણ સારું સાબિત થશે.

મહાશિવરાત્રી પૂજા વિધી
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો. ત્યાર બાદ 8 લોટા કેસરયુક્ત જળ ચઢાવો. તે દિવસે આખી રાત દીવો પ્રગટાવો. ચંદનનું તિલક લગાવો, બેલપત્ર, ભાંગ, ધતૂરા, શેરડીનો રસ, તુલસી, જાયફળ, કમળ ગટ્ટા, ફળ, મિઠાઇ, મીઠાં પાન, અત્તર અને દક્ષિણા ચઢાવો. છેવટે, કેસરયુક્ત ખીર ધરાવીને તેનો પ્રસાદ વહેંચો. ઓમ નમો ભગવતે રૂદ્રાય, ઓમ નમ: શિવાય રુદ્રાય શંભવાય ભવાનીપતયે નમો નમ: મંત્રોનો પાઠ કરો. આ દિવસે શિવપુરાણનો પાઠ કરો. મહાશિવરાત્રીના દિવસે રાત્રી જાગરણ પણ કરવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement