રાજકોટ, તા. 1 : હાલમાં યોજાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ7માં દીક્ષાંત સમારોહમાં માસ્ટર્સ ઓફ જર્નાલિઝમમાં ઉતીર્ણ થઇ સ્વ. ગુણવંતભાઇ લાલજીભાઇ ગણાત્રા દ્વારા સુવર્ણચંદ્રક તેમજ તેની ડિગ્રી રાજયના કુલાધીપતિ આચાર્ય દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે દેવ સુનિલભાઇ મહેતાને એનાયત કરાયો.
મહેતા કુટુંબના પત્રકારત્વના વારસાને અવિરતપણે જાળવી અને પોતાના દાદા સ્વ. જશુભાઇ મહેતાને લોકોની વાતને રજુ કરતા અને તેઓને પત્રકારત્વ ક્ષેત્રેના યોગદાનને પ્રેરણા સ્તોત્ર બનાવી બે વાર ગોલ્ડ મેડાલીસ્ટ બની આ સિધ્ધિ હાંસલ કરી છે. પત્રકારત્વ એટલે લોકોની વાતનું સચોટ નિરૂપણ અને તેમની વાતને રજુઆત કરવાનું એક ઉત્તમ માધ્યમ કહેવાય છે
જે દેવને હંમેશા આ ક્ષેત્રે પ્રેરણા આપે છે. તેને પોતાના સુજથી આ ક્ષેત્રમાં પોતાના સ્વપ્નને સપોર્ટ તણે હાંસિલ કર્યુ છે. પિતા સુનિલભાઇ અને માતા મનીષાબેન મહેતાના માર્ગદર્શન અને સપોર્ટ દ્વારા તેને આ સિધ્ધિ વધુ સારી રીતે મેળવી છે. આ તકે સમગ્ર મહેતા કુટુંબને ગૌરવવંત કરતા દેવ મહેતાને પરિવારજનોએ શુભેચ્છા પાઠવી છે.