શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન સાથે રિલાયન્સની ભાગીદારી

01 February 2023 06:15 PM
Jamnagar
  • શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન સાથે રિલાયન્સની ભાગીદારી

છેલ્લા 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતું નામ

જામનગર, તા.1 : રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) શ્રીલંકામાં મુખ્ય મથક ધરાવતી માલિબન બિસ્કિટ મેન્યુફેક્ટરીઝ (પ્રાઇવેટ) લિમિટેડ (માલિબન) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.

શ્રીલંકામાં હેરિટેજ બ્રાન્ડ અને ઘરગથ્થુ નામ માલિબન એક અગ્રણી બિસ્કીટ ઉત્પાદક છે જે છેલ્લા 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતું નામ છે. આ ઉપરાંતકંપનીએ તેના ઉત્પાદનોની વૈશ્વિક બજારો સુધી પહોંચ વિસ્તારી પાંચ ખંડોના 35થી વધુ દેશોમાં નિકાસનો વિસ્તાર કર્યો છે. આ ભાગીદારી પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે, બજારમાં અગ્રણી સ્થિતિ સાથે માલિબન પાસે ઊંડા મૂળ ધરાવતો વારસો અને વિશ્વસનીયતા છે.

આરસીપીએલ અને માલિબન વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે અમે માત્ર એક મહાન બ્રાન્ડ દ્વારા અમારા એફએમસીજી પોર્ટફોલિયોને મજબૂત જ નહીં બનાવીએ પરંતુ અમારા ભારતીય ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા ઉત્તમ વેલ્યૂ પ્રપોઝીશન પણ આપી શકીશું. RCPL સાથેની ભાગીદારી અંગે બોલતા માલિબનના ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર કુમુદિકા ફર્નાન્ડોએ જણાવ્યું કે, જાહેર કરતાં આનંદ થાય છે કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માલિબન સાથે ભાગીદારી કરવાનું પસંદ કર્યું લગભગ 70 વર્ષથી ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવા માટેના અમારા સમર્પણનો પુરાવો છે.


Advertisement
Advertisement
Advertisement