રાજકોટ,તા.1 : રસરાજ રશેષ મહોત્સવ સપ્તમપીઠ પરિવારનાં ચિ.ગૌ.શ્રી રશેષકુમારજીનાં યજ્ઞોપવિત પ્રસ્તાવની મહત્વની વિધીઓ આજથી શરૂ. આજે બપોરે 12.30 કલાકે વૃદ્ધિની સભામાં દેશભરનાં અનેકો આચાર્યશ્રીઓ પાસે ઉપનયન ધરતાં ગૌ.શ્રી રશેષકુમારજી વંદન કરી આશિર્વાદ પ્રાપ્ત કરશે.
રાત્રે વરઘોડો:- આજે રાત્રિનાં 9.30 કલાકે પ્રસ્તાવનું કલાત્મક નઝરાણું ચિ.ગૌસ્વામીની બિનેકી (વરઘોડો) જે માટે સપ્તમપીઠ દ્વારા વિરાટ તૈયારીઓ કરવામાં આવી છે. ઝરકસી જામા આંટાળી પાગધારી ચિ.ગૌ. શ્રી રશેષકુમારજી સોળે શણગાર સજી બિનેકી શોભાવશે. દેશભરમાંથી પધારેલા અનેકો આચાર્યઓની ઉપસ્થિતીમાં મોરબીનાં સાધુ અખાડા (આશ્રમ)થી અંબાડીધારી સજેલો ધજેલો હાથી બોલાવવામાં આવ્યો છે. સાથે અનેકો બગ્ગી રથ ઘોડા અને છત્રીદળ તેમજ રાસ મંડળી તથા બેન્ડપાર્ટીઓ સાથેની આ બિનેકીની આગેવાની 101 સાફા-ઝંડાધારી બાઈકસ્વાર યુવાનો અને 51 કળશધારી ક્ધયાઓ કરશે.
વાજતે-ગાજતે રસાલો શ્રીલક્ષ્મીવાડી હવેલી, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેવડાવાડી થઈ પ્રસ્તાવ પંડાલ વસુંધરા રેસીડેન્સી પહોંચશે.જયાં પ્રસ્તાવની વિધિ આરંભ થશે. આ પ્રસ્તાવ પ્રસંગે વિશેષ કુપાપૂર્વક કામવન (કામા) વ્રજ ઉત્તરપ્રદેશથી પધારેલાં સપ્તમનિધિ શ્રી મદનમોહન પ્રભુને આજે શયનમાં કેળાના બંગલાનો મનોરથ થશે. હિન્દુ સંસ્કૃતિમાં કેળ-આંબો-આસોપાલવ જેવા વૃક્ષો માંગલિકતાનાં પ્રતિક ગણાય છે. એ રીતે કેળનાં ખંભોમાં બારીક કોતરણી અને જરી-જોવાની પચ્ચીકારી કળા દ્વારા વૃંદાવનનાં કારીગરો પ્રભુનાં બંગલાની કેળનો બંગલોની સજાવટ સિદ્ધ કરી કેળનાં બંગલા અને હિંડોળા શયનમાં દર્શન થશે.
પુષ્ટિમાર્ગની વિશિષ્ટ કલા સજાવટનો વારસો છે. આ સમગ્ર મહોત્સવમાં અનેકો વૈષ્ણવાચાર્યોનું આગમન અને દિવ્યદર્શન મનોરથો સાથે હવેલી કિર્તન સંગીતાનું સેંકડો કિર્તનકારો દ્વારા ગાન જેલ્હાવો બની રહ્યો છે. આ તકે હજારો ભકત અનુયાયીઓની ભીડ ગદગદ બની ભાવુક થઈ ધન્યતા અનુભવે છે. ગઈકાલે પ્રભુનાં દિવ્ય મનોરથ વિવાહ ખેલનું દિવ્ય દર્શન અને અલૌકિક ફુલોભરી મંડપ સજાવટથી વૈષ્ણવો અભિભૂત થયાં હતાં.ગઈકાલે રાત્રે પુષ્મિ માર્ગિય કિર્તન સમ્મેલંનમાં દેશભરમાંથી પધારેલાં 12થી વધુ 16 થી 20 વર્ષની વયનાં યુવા વૈષ્ણવાચાર્યો દ્વારા મધુર અને શાસ્ત્રીયતા પૂર્ણ કિર્તનગાનથી પવિત્રતા સર્જાઈ હતી.