રાજકોટ,તા.1 : સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડીગ્રી ઈજનેરી કોલેજ તથા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત, પ્રમાણિકતા-પારદર્શકતાના પર્યાયરૂપ વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા સામાજિક દાયિત્વના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી ઓપન ગુજકેટ એક્ઝામનું નિશુલ્ક આયોજન કરવામાં આવે છે જેનો લાભ અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓએ લીધેલો છે જેને કારણે વિદ્યાર્થીઓને કારર્કિદી ઘડતરમાં ઘણો લાભ મળેલ છે.
આ વર્ષે પણ આગામી તારીખ 17/02, 25/02 તેમજ 01/04 એમ કુલ ત્રણ દિવસ સવારે 10 કલાકે પ્રતિભાશોધ ગુજકેટ-2023" ઓનલાઈન મોક ગુજકેટ પરિક્ષાનુ આયોજન કરવામાં આવેલ છે જેની લીંક તારીખ 17/02 માટે https://bit.ly/vvpgujcet17feb23 તા.25/02 માટે https://bit.ly/vvpgujcet25feb23 તા. 01/04 માટે https://bit.ly/vvpgujcet01apr23 છે. આ એમસીકયું ટેસ્ટના પ્રશ્નપત્રો નિષ્ણાંત અને અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે, વિદ્યાર્થી અને વાલીગણ ઉપરોક્ત લીંક નો ઉપયોગ કરી અને ડાયરેક્ટ પરીક્ષા આપી શકશે
ઉપરાંત વધુ માહિતી માટે વીવીપી એન્જિનિયરિંગ કોલેજની વેબસાઈટની મુલાકાત લેવી. https://vvpedulink.ac.in ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ પરિક્ષાનો એક્શન પ્લાન જાહેર થયેલ છે, જે અનુસંધાને આગામી તા.3 એપ્રિલ 2023ના રોજ ગુજરાત બોર્ડ ગુજકેટની પરિક્ષા લેવા જઈ રહ્યું છે. જેમાં કુલ 1,07,663 વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા જઈ રહ્યા છે. આવા સમયે વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા લેવામાં આવતી મોક ગુજકેટ પરિક્ષાના વિદ્યાર્થીઓને એમની ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરિક્ષા આપવામાં ખુબજ સારો મહાવરો થઈ શકશે અને વિદ્યાર્થીઓને વિષયવાર પરિક્ષાની તૈયારી કરવામાં પણ ઉપયોગી નીવડશે.
ધોરણ 12 (સાયન્સ) ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક પરિક્ષાના આયોજનની સફળતા માટે વી.વી.પી. ઈજનેરી કોલેજના આચાર્ય ડો. તેજસ પાટલીયાના માર્ગદર્શન હેઠળ ડો. જયસુખભાઈ મારકણા, પ્રો. નિર્મલ ભલાણી, ડો. સુશીલ કોરગાઉંકર, ડો. સુશાંત ઝીન્ઝુંવાડીયા, પ્રો. શ્રેયસ ધુલિયા, ડો. કિરીટ કાલરીયા, પ્રો. સંકેત પંડ્યા, પ્રો. વિજય વ્યાસ, પ્રો. કોમિલ વોરા, પ્રો. અમિત પાઠક, ધીરેન્દ્રસિંહ જાદવ, પરેશભાઈ પટેલ, દીપેનભાઈ વ્યાસ, અજીતભાઈ રાઠોડ, ધવલભાઈ જોષી તથા સમગ્ર કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.