રાજકોટ,તા.1 : તા. 29 જાન્યુઆરી 2023 ના રોજ આર.પી.જી. હોટલ ખાતે રાજકોટના નામાંકિત બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લી. દ્વારા સાલકા સબસે સસ્તા એક દિન બેનર હેઠળ ટ્રાવેલ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ જેને રંગીલા રાજકોટની પ્રવાસ શોખીન જનતા દ્વારા અત્યંત સારો પ્રતિસાદ આપવામાં આવ્યો. 2023 ના વર્ષ માટે અનેક સેક્ટર્સ માટે અનેક ડીલ્સ આપવામાં આવેલ. સ્પોટ બુકીંગની આ સ્કીમનો લાભ લેવા સવારે 10 વાગ્યા થી જ સતત માનવ મહેરામણ ઉમટેલ હતો.
દુબઇ, સીંગાપુર-મલેશીયા- થાઇલેન્ડ, ભુતાન, નેપાલ, કાશ્મીર ઉપરાંત નવા આયોજન એવા જાપાન, સ્કેન્ડીનેવીયા, તુર્કી, ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રીકા ઉપરાંત યુ.એસ.એ, યુરોપ, વીયેતનામ અને માલદીવને અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો. દિવસ દરમ્યાન સવારથી સાંજ સુધીમાં એક હજાર કરતાં પણ વધારે લોકોએ મુલકાત લઇ 2023 માટેના અલગ અલંગ 50 થી વધુ ગ્રુપ પ્રવાસોનાં ઓપ્શન માંથી પોતાને અનુકુળ બજેટ તથા વેકેશનનાં દિવસોને અનુરૂપ પ્રવાસની વિગતો બેસ્ટ ટુર્સની અનુભવી ટીમ પાસે સમજી-વિચારી અને તત્કાલ નિર્ણય લઇ લગભગ 350 થી 400 પેસેન્જર્સ સ્પોટ બુકીંગ કરાવેલ.
આ ઉપરાંત પરીવાર દીઠ એક ફ્રી ગીફ્ટ આપવામાં આવેલ અને રજીસ્ટ્રેશન કરાવેલ મુલાકાતીઓ માંથી ટુર્સ લકી ડ્રો કરવામાં આવેલ જેમાં 3 દિવસનું ફ્રી પેકેજ મેળવનાર દીનેશભાઇ માકડીયા એ બેસ્ટ ટુર્સની સર્વીસ અગાઉ પણ માણેલ છે. અભુતપુર્વ સહકાર આપવા બદલ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લી. ના ડાયરેક્ટર્સ દિપકભાઇ, વત્સલભાઇ તથા અંજલીબેન કારીયા તરફથી સર્વ મુલાકાતીઓ તથા વેલવીસર્સ નો અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કરેલ. પોતાની અંગત વ્યસ્તતા અથવા સમયનાં અભાવે રવિવારે હાજર ન રહી શકનાર લોકો યાજ્ઞીક રોડ, શીવમ કોમ્પ્લેક્ષમાં આવેલ અમારી ઓફીસે પોતાના અનુકુળ સમયે રૂબરૂ આવી અને પ્રવાસ ઓપ્શન માંથી વેકેશન બુક કરાવી શકે છે.