બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્રીય બજેટ માટે વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન.વર્તમાન બજેટ ગામ, ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓ સહિત સમાજના દરેક વર્ગની આશાઓ અને રાષ્ટ્રના સમગ્ર ઉત્થાનની અપેક્ષાઓ પૂરા કરનારુ છે. નિ:સંદેહ આ બજેટ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાની દિશામાં માઈલ સ્ટોન સાબિત થશે. આ બજેટ 2023-24 માં નવા ભારતની સમૃધ્ધિનો સંકલ્પ છે.