નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર માટે ખાધ કાબુમાં રાખવી તે મોટો પડકાર છે અને 5.6% ની ફિસ્કલ ડેફીસીટ જાળવી સરકાર એ 2022-23 (ચાલુ નાણાકીય વર્ષ)ના અંદાજમાં સુધારો કર્યો છે. આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં આપવામાં આવેલી માહિતી મુજબ સરકારની દેવા સિવાયની સરકારી આવક જે રૂા.24.3 લાખ કરોડની થઈ છે.
જેમાં નેટ ટેક્ષ રૂા.20.9 લાખ કરોડ છે પણ સરકારના સુધારેલા અંદાજ મુજબ કુલ ખર્ચ 41.9 લાખ કરોડ થશે અને તેમાં મૂડી ખર્ચ રૂા.7.3 લાખ કરોડ થશે. સરકારની ફિસ્કલ ખાધમાં નવા અંદાજમાં જીડીપીના 6.4% રહેશે. 2023-24ના વર્ષમાં બજેટ અંદાજ મુજબ સરકારના બહારી દેવા આવક સિવાયની આવક રૂા.27.2 લાખ કરોડ થશે અને ખર્ચ રૂા.45 લાખ કરોડ થશે
જેમાં નેટ ટેક્ષ આવક રૂા.23.3 લાખ કરોડ હશે અને ફિસ્કલ ડિપોઝીટ જીડીપીના 5.9% રહેશે અને સરકારે 2025-26 સુધીમાં તે ઘટાડીને 4.5% કરવાનો અંદાજ છે. 2023-24માં સરકાર બજારમાંથી રૂા.11.8 લાખ કરોડ ઉછીના લેશે. જયારે બાકીના નાણા નાની બચત યોજના અને અન્ય રીતે મેળવશે. સરકાર કુલ રૂા.15.4 લાખ કરોડ ઉછીના લેશે.