શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે દાદા બિરાજયા સુવર્ણ સિંહાસન પર: શ્રધ્ધા-ભકિતના દર્શન

01 February 2023 06:36 PM
Rajkot
  • શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે દાદા બિરાજયા સુવર્ણ સિંહાસન પર: શ્રધ્ધા-ભકિતના દર્શન

રાજકોટ,તા.1 : ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટના શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં દાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગ રૂપે શ્રી વિશ્વકર્મા પ્રભુજીને સુવર્ણ સિંહાસન અર્પણ સહ દર્શનનો સોનેરી પ્રસંગ ભગવાન રામચંદ્ર પરિવાર, ભગવાન રાધા કિષ્ના તથા ગણપતિ ભગવાન, હનુમાનજી મહારાજ તથા દિશાઓના દેવતા ઓના દિવ્ય સ્વરૂપોની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજ તા.1લી થી તા.3 સુધી કરાયું છે.

આજે શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું સુવર્ણ સિંહાસના સુવર્ણ ધ્વજવંદન તથા કળશની ઉદ્ઘાટન વિધિ થઈ હતી.તા.3જીના શુક્રવારે ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિતે વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે મંગળા આરતી, ધ્વજારોહણ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બપોરે મહા આરતી બપોરે 2વાગે શોભાયાત્રા તથા સવારે 8 થી રાત્રીના 8 સુધી મહારકતદાન શિબિર યોજાશે.

જયારે તા.3જીના રેસકોર્ષ મેદાનમાં વિશ્વકર્માધામ ખાતે સમૂહ લગ્નોત્સવ અંતર્ગત બપોરે બે વાગે સામૈયુ બપોરે 3 વાગ્યે હસ્તમેળાપ, સાંજે 6 વાગે સમૂહ આરતી, ત્યારબાદ મહાપ્રસાદ સાંજે 7.45 કલાકે કન્યા વિદાય તેમજ સવારના 8 થી રાત્રીના 8 વાગ્યા સુઘી મહારતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત તસ્વીરમાં પ્રથમ સુવર્ણના સિંહાસનના બિરાજતા ભગવાન શ્રીવિશ્વકર્મા બીજી તસ્વીરમાં યજ્ઞની ચાલતી તૈયારીઓ ત્રીજી તસ્વીરમાં અંતના દર્શન છેલ્લી તસ્વીરમાં મંદિરને કરવામાં આવેલું સુશોભન જોવા મળે છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement