રાજકોટ,તા.1 : રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે બપોરના મેરેથોન બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં સમાજ સુરક્ષા આરોગ્ય રોગ કલ્યાણ સમિતિ સહિતની બેઠકો આયોજિત કરવામાં આવી છે વિધાન સભાની ચૂંટણી બાદ લાંબા સમયના અંતે ઉપરોકત બેઠકો કલેકટર કચેરીમાં યોજવામાં આવી રહ છે. દરમિયાન આજે સવારના 11 કલાકે કલેકટર કચેરીમાં યોજાયેલા રેવન્યુ બોર્ડમાં જિલ્લા વેજાજામ, જસદણ, કાનપર, દડમતાળા, નાની પરબડી, ઉ સહિતના ગામોના 17 કેસોની સુનાવણી કરવામાં આવી હતી.