ટ્રાફિક બ્રિગેડને ઉઘરાણાનાં આદેશથી પીડાતી પ્રજામાં ભભૂકતો ભારે રોષ

01 February 2023 06:50 PM
Rajkot
  • ટ્રાફિક બ્રિગેડને ઉઘરાણાનાં આદેશથી પીડાતી પ્રજામાં ભભૂકતો ભારે રોષ

દંડ ભરવાની સુચના આપનાર ડી.સી.પી.પહેલા સમસ્યા હલ કરે: કોંગ્રેસ આગેવાનોની માંગણી

રાજકોટ,તા.1 : રાજકોટમાં ખરડાયેલી ટ્રાફીક પોલીસને લીધે શહેરની ટ્રાફિક સમસ્યા દિવસે વધુ વિકટ બની રહી છે. ઓછામાં પુરું જેને ખોબલે ખોબલે મત આપ્યા તે ભરોસાની ભાજપ સરકારે પણ ચૂંટણીમાં ખાલી થઈ ગયેલી તિજોરી ભરવા રાજયભરની ટ્રાફિક પોલીસને પેન્ડિગ મેમો ભરપાઈ કરાવવા સુચના આપી દીધી છે. તો બીજી તરફ માત્ર ટ્રાફિક બ્રિગેડને હવાલો સોંપી દેતા સતત ટ્રાફિકજામનો સામનો કરતી પીસાતી અને પીડાતી પ્રજામાં પણ સરકારની આ પ્રજા વિરોધી નીતિ સામે રોષ ભભુકી ઉઠયો છે ત્યારે રાજકોટમાં દંડ નહી ભરનાર લોકોના વાહનો કબ્જે કરવાની ચીમકી આપના ટ્રાફિક ડીસીપી સામે કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઈ અન્ડકટ, ડી.પી.મકવાણા, રણજીત મુંધવાએ આકરા પ્રહારો કરી વિરોધ નોંધાવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ, ડી.પી.મકવાણા, રણજીત મુંધવા જણાવેલ છે કે શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. લોકો આ કથડીને ખાડે ગયેલી ટ્રાફિક કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે જયારે કાયદાના કથી પણ વાકેફ ન હોય તેવા ટ્રાફિક બ્રિગેડને હવાલે વ્યવસ્થા સોંપી દઈ પોલીસે પોતાના પગ પર કુહાડો માર્યો છે. ટ્રાફિક પોલીસ જવાનોને કામ કરવામાં રસ ન હોય તે નિરાંતે બેઠા હોય છે જયારે ટ્રાફિક બ્રિગેડના જવાનો પોતે જ જાણે કમિશ્નર હોય તેમ વાહનચાલકો સાથે બહુદું વર્તન કરી ટ્રાફિક પોલીસની આબરૂને કાળી ટીલી લગાડી રહ્યા છે.

લોકો સાથે કેમ વાત કરવી, કેવું વર્તન કરવું તેની પણ આ ટ્રાફિક બ્રિગેડના રોજમદાર જવાનોને ભાન નથી હોતી. એક તરફ ટ્રાફિક સમસ્યા હળવી કરવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ દરરોજ કલાકો સુઘી ટ્રાફિકમાં ફસાઈને પેટ્રોલ તથા સમયનો વ્યય થતો હોય જેથી પીડાતી અને પીસાતી પ્રજામાં આવા બેકાર વહીવટ સામે ભયંકર રોષ ભભુકી ઉઠયો છે સરકારે ચૂંટણી ટાણે બંધ કરેલા ઈ મેમોના બાકી ઉઘરાણા કરી તિજોરી ભરવા આદેશ આપ્યા છે. જે લોેકોના એક કે ત્રણ થી વધુ મેમો બાકી હોય અને દંડ ન ભરતા હોય તેવા લોકોના વાહનો જપ્ત કરવા રાજકોટના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ હુકમ કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement