અમદાવાદ:
આખરે અદાણીએ FPO રદ કર્યો છે. રોકાણકારોને રૂપિયા પરત કરશે. કંપની દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરાઈ છે. હિડનબર્ગના રિપોર્ટ પછીથી અદાણી કંપની ખૂબ વિવાદમાં આવી છે. અદાણીએ FPO કેન્સલ કરવો પડ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝનો 20000 કરોડ નો FPO કંપની દ્વારા કેન્સલ કરવામાં આવ્યો હોવાની મીડિયાને સત્તાવાર જાણ કરાઈ છે.
જાણવા મળેલી વિગત મુજબ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલા રૂપિયા 20000 કરોડના FPOને આજે કંપનીના બોર્ડ મિટિંગમાં કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે FPOના છેલ્લા દિવસે કંપનીએ જાહેર કર્યું હતું કે, તેનો FPO પુરો છલકાઈ ગયો છે અને આજે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભારે ઘટાડો પણ થયો હતો. કંપનીએ ઇન્વેસ્ટરોના હિતમાં નિર્ણય લીધો છે તેવું પ્રેસ રિલીઝ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયથી આવતીકાલે માર્કેટ ઉપર કેવી અસર પડશે? તેના પર રોકાણકારોમાં અત્યારથી જ ચર્ચા થઈ રહી છે.