સોનુ 60000ને પાર: ચાંદીમાં મોટી તેજી

02 February 2023 11:19 AM
Business
  • સોનુ 60000ને પાર: ચાંદીમાં મોટી તેજી

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી: જવેલર્સો પણ સ્તબ્ધ

રાજકોટ તા.2 : સોના-ચાંદીમાં કેટલાક વખતથી ચાલી રહેલી તેજીનો દૌર અટકવાનું નામ લેતો ન હોય તેમ આજે વધુ જોરદાર ભાવવધારો થયો હતો. સોનુ 60 હજારની સપાટીને પાર થઈ ગયું હતું જયારે ચાંદી પણ 73 હજારના લેવલે પહોંચી ગઈ હતી. રાજકોટમાં હાજર 10 ગ્રામ સોનુ ઉંચકાઈને 60400 થયું હતું

જયારે ચાંદીનો ભાવ 76 હજાર થયો હતો. કોમોડીટી એકસચેંજમાં સોનુ 58700 તથા ચાંદી 71200 થઈ હતી. વિશ્વબજારમાં સોનાનો ભાવ ઉંચકાઈને 1952 ડોલર થયો હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે કેટલાક મહિનાઓથી સોના-ચાંદીમાં ટ્રેન્ડ તેજીનો બની જ રહ્યો હતો તેવા સમયે ભારતમાં ગઈકાલે રજુ કરવામાં આવેલા બજેટમાં આયાત-જકાતમાં કોઈ રાહત નહી અપાતા નિરાશા ઉભી થઈ હતી. વિપરીતપણે ચાંદીનો આયાત-જકાત વધારી દેવામાં આવી હતી.

તેવી જ રીતે સોના તથા પ્લેટીનમમાં પણ આડકતરો ભાવવધારો થાય તેવી દરખાસ્ત કરવામાં આવી હોવાથી તેજીને વેગ મળ્યો છે. વર્તમાન તેજીથી ગ્રાહકો તો ઠીક ઝવેરીઓ પણ સ્તબ્ધ બની ગયા છે. વર્તમાન ઉંચા ભાવના કારણે કારોબારને પણ તીવ્ર અસર થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement