ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવાની છે, ચોથો ટેસ્ટ મેચ 9થી 13 માર્ચ દરમ્યાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાવાનો છે અને આ મેચમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્ટોની અલબન્સે સાથે બેસીને ક્રિકેટ નિહાળશે. અમદાવાદના ક્રિકેટ સ્ટેડીયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે. સ્ટેડીયમ ખુલ્લુ મુકાયા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી તેમાં બેસીને મેચ નિહાળશે.