Ahmedabad : નરોડા પોલીસનો હેડ કોન્સ્ટેબલ રૂા. બે હજારની લાંચ લેતા ઝડપાયો

02 February 2023 03:51 PM
Ahmedabad Gujarat
  • Ahmedabad : નરોડા પોલીસનો હેડ કોન્સ્ટેબલ રૂા. બે હજારની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ,તા.2
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂા. બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. એસીબીના અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ અમદાવાદ ગ્રામ્યના પીઆઇ એસ.એન.બારોટ અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું.

જેમાં નરોડા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રામઅવતારસિંહ ભડોરીયા લાંચ માંગતો હોવાની ફરિયાદ મળતા જે ફરિયાદ મુજબ ડમ્પરમાં માટીની હેરાફેરીનો ધંધો કરતા ફરિયાદીને ગાડી ચલાવી હોય તો આરોપીએ હપ્તાની માંગણી કરી હતી અને નહીંતર ગાડીઓ ડીટેઇન કરાવી દેવાની ધમકી આપી લાંચ માંગી હતી.

હકીકત મળતા એસીબીએ છટકુ ગોઠવી એસ.પી. રોડ પર હંસાપુર ચાર રસ્તા પાસે હંસાપુર પોલીસ ચોકીની સામે ફરીયાદી પાસેથી લાંચ સ્વીકારતા હેડ કોન્સ્ટેબલને રૂા. બે હજાર સાથે ઝડપી લઇ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement