વિશ્વકર્મા ધામ (રેસકોર્ષ) માં રાત્રે વિશ્વકર્માના દશાવતારોની ઝાંખી

02 February 2023 04:05 PM
Rajkot Dharmik
  • વિશ્વકર્મા ધામ (રેસકોર્ષ) માં રાત્રે વિશ્વકર્માના દશાવતારોની ઝાંખી

આવતીકાલે વિશ્વકર્મા જયંતિ : ગુર્જર જ્ઞાતિ સમાજ દ્વારા ઉજવાશે મહોત્સવ

► કાલે બપોરે શ્રી વિશ્વકર્મા પ્રભુની નગરયાત્રા : વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે કાલે ધાર્મિક અનુષ્ઠાનો : વિશ્વકર્મા ધામ ખાતે કાલે 101 કુંડી મહાયજ્ઞ, સમૂહલગ્નોત્સવ, આરતી, મહાપ્રસાદ : મહારક્તદાન કેમ્પનું આયોજન

► કાલે વિશ્વકર્મા યાત્રાધામ - સણોસરા ખાતે
વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે : શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન, કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.2
વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ - સણોસરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તા.3જીના શ્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી શાનદાર રીતે કરાશે તેમ ટ્રસ્ટના પૈલેશભાઈ સિધ્ધપુરાએ જણાવેલ છે.કુવાડવા -વાકાંનેર રોડ પર આવેલ સણોસરા ખાતે વિશ્વકર્મા યાત્રાધામમાં મૂ. દાદાના નવનિર્મિત મંદિરના પટાંગણમાં ભવ્ય શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન, કીર્તન તથા મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા છે.આવતીકાલે વિશ્વકર્મા યાત્રાધામ ખાતે સવારે 10 વાગે પૂજન, ધ્વજારોહણ તથા બપોરે 1ર.30 થી મહાપ્રસાદ શરૂ થશે.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજભા જાડેજા, સુરેશભાઈ અજમેરા, જયભાઈ પટેલ, દિનેશભાઈ રાઠોડ, ચિત્રકુટ મંદિરના સંતો-મહંતો તેમજ મુંબઈથી વિષ્ણુભાઈ મક્વાણા વગેરે ઉપસ્થિત રહેશે.ઉપરોક્ત પ્રસંગને ભવ્ય બનાવવા ટ્રસ્ટના પૈલેશભાઈ માવજીભાઈ સિધ્ધપુરા વિનુભાઈ પીઠવા, કલ્પેશભાઈ સિધ્ધપુરા, મહેન્ભાઈ જીલ્કા, સુરેશભાઈ સિધ્ધપુરા, કલ્પેશભાઈ કિશોરભાઈ સિધ્ધપુરાના માર્ગદર્શક હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહયાં છે.

વ્યવસ્થાપક સમિતિ
ઉપરોક્ત પ્રસંગને ભવ્ય બનાવવા વ્યવસ્થાપક સમિતિની રચના કરાઈ છે. જેમાં પ્રવિણભાઈ પોપટભાઈ પરમાર, મનસુખભાઈ નથુભાઈ કારેલીયા, પ્રકાશચં ચંદુલાલ પીઠવા, ભરતભાઈ દામજીભાઈ મક્વાણા, દિલીપભાઈ પોપટભાઈ કારેલીયા, નિલેષભાઈ ભગવાનજીભાઈ સિધ્ધપુરા, કિરીટભાઈ મગનલાલ જીલ્કા, હરેશભાઈ શાંતિભાઈ પીઠવા, ચિરાગભાઈ મનસુખભાઈ કારેલીયા, જયેશભાઈ મનસુખભાઈ કારેલીયા, મનોજભાઈ ચંદુભાઈ ડોડીયા, ઘનશ્યામભાઈ ધીરૂભાઈ પરમાર, ભરતભાઈ અમરશીભાઈ જીલ્કા, અશોકભાઈ પોપટભાઈ કારેલીયા, પ્રશાંત રમેશભાઈ પરમાર, સુરેશભાઈ ભગવાનજીભાઈ કારેલીયા, જયદીપ દિલીપભાઈ પીઠવા, અશોકભાઈ હિરભાઈ પરમાર, હસુભાઈ હિરભાઈ પરમાર, મહેન્ભાઈ ભાણજીભાઈ ગોહેલ, નિરજ મહેન્ભાઈ ગોહેલ, પ્રકાશભાઈ બાવાભાઈ ડોડીયા, ચંપકભાઈ સિધ્ધપુરા, હસમુખભાઈ ભાણજીભાઈ કારેલીયા, વિમલભાઈ સુરેશભાઈ પીઠવા, અશ્વિનભાઈ હિરભાઈ પરમાર, સુરેશભાઈ ડોડીયા, સમીરભાઈ એસ. પરમાર, જયેશભાઈ ટી. પીઠવા (રાધી) વગેરે કાર્યરત છે. તેમ પૈલેશભાઈ સિધ્ધપુરાએ જણાવેલ છે.


રાજકોટ તા.2
વિરાટ સ્વરૂપ, વિશ્વ વંદનીય, આદિનારાયણ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આજથી હજારો વર્ષ પહેલા બકિાક્ષ્ામં દેવતાઓ સહિત ૠષિમુનિઓએ તેમજ સૃષ્ટિના સઘળા જીવોએ પુજા આરતી તથા મહાપ્રસાદ ધરાવીને જયજયકાર ર્ક્યો હતો તે દિવસ એટલે શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જયંતી, મહાસુદ-13 નો પરમપવિત્ર દિવસ હતો. આવતીકાલે મહાસુદ-13 ના શ્રી વિશ્વકર્મા જયંતી છે.

રાજકોટમાં ગુર્જર સુતારજ્ઞાતિ દ્વારા ખંડપીઠમાં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી ઉજવણીના ભાગરૂપે તા.1 થી 3 વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા છે.

દશાવતાર ઝાંખી
ગુર્જર સુતાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા પ્રભુજી મંદિર તથા વિશ્વકર્મા ધામ-રેસકોર્ષ મેદાન ખાતે કાર્યક્રમોના આયોજનો કરાયા છે.

આજે વિશ્વકર્મા ધામ ખાતે સાંજે 7.30 થી 11 સુધી વિશ્વમાં સૌ પ્રથમવાર ભગવાન શ્રી વિશ્વકર્માના દશ અવતારોને એકમંચ પર રજૂ કરતો કાર્યક્રમ રજુ થશે. ગીત-સંગીત અને નૃત્ય સાથેના શ્રી વિશ્વકર્મા પ્રભુજીના દશાવતાર ઝાંખી દર્શનનું લેખન અને દિગ્દર્શન સુરેન્નગરના દિનેશ ગજજરે કરેલું છે. જયારે ગીત-સંગીત જયંત ગજજર દ્વારા પ્રસ્તુત થશે.
ઉપરોક્ત કાર્યક્રમનું દીપ પ્રાગટય મુખ્ય મહેમાનોના વરદ હસ્તે થશે. વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે હવન વિધિ ચાલી રહી છે.

101 કુંડી મહાયજ્ઞ
વિશ્વકર્મા ધામ - રેસકોર્ષ મેદાનમાં આવતીકાલે સવારે 8 થી બપોરના 1ર.30 સુધી 101 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે આવતીકાલ તા.3 જીના સવારે 6.30 કલાકે મંગળા આરતી, સવારે 7 વાગે ધ્વજારોહણ, સવારે 7.30 થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બપોરે 1ર.1પ કલાકે મહાઆરતી તથા બપોરે બે વાગે દાદાની નગરયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. મંદિર તથા વિશ્વકર્મા ધામ ખાતે આવતીકાલે સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

શોભાયાત્રા
આવતીકાલે બપોરે બે વાગે ધારેશ્વર મહાદેવ મંદિરથી શ્રી વિશ્વકર્માની નગરયાત્રાનો પ્રારંભ થશે જે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ચોક થઈને બોમ્બે હોટલ, ત્યાંથી ગોંડલ રોડ થઈને માલવિયા પેટ્રોલપંપથી યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવનથી શ્રી વિશ્વકર્માધામ (રેલકોર્ષમેદાન) ખાતે યાત્રાનું સમાપન થશે.

સમૂહ લગ્નોત્સવ
વિશ્વકર્માધામ ખાતે આવતીકાલે ગુર્જર સુતાર જ્ઞાતિનો સૂમહ લગ્નોત્સવ યોજવામાં આવેલ છે. બપોરે બે વાગે સામૈયું, બપોરે ત્રણ વાગે હસ્તમેળાપ, સાંજ 6.1પ કલાકે સમૂહ આરતી તથા ક્ધયા વિદાય સાંજે 7.1પ કલાકે થશે. જ્ઞાતિ સમૂહ ભોજન સાંજના 6.30 થી શરૂ થશે.

ગઈકાલે ખોખરા હનુમાનજી ધામ મોરબીના માશ્રી કનકેશ્વરી દેવીજી તથા આર્ષવિદ્યા મંદિર-રાજકોટના વરદ્હસ્તે વિશ્વકર્મા પ્રભુજી મંદિરે વિશ્વકર્મા પ્રભુજીને નૂતન સુવર્ણ સિંહાસન બિરાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિના આગેવાનો સંસ્થાના ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.


► કાલે વિશ્ર્વકર્મા જંયતિ: પૂજન
રાજકોટ,તા.2
આવતીકાલે વિશ્ર્વકર્મા જયંતી વિશ્ર્વકમાર્ર્ દાદા એ સોનાની લંકા તથા દ્વારકા નગરીનું નિર્માણ પણ વિશ્વકર્મા દાદા કરેલું ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ તથા લોકો માટે , ભવનો અને મંદિરો બનાવ્યા હતા . આ દિવસે વિશ્ર્વકર્માની પૂજા તમામ કલાકારો , કારીગરો અને કુંટુબો દ્વારા કરવી શુભ અને ઉત્તમ છે . અને વિશ્વકર્મા જયંતી ના દીવસે વિશ્વકર્મા દાદાની પૂજા કરવાથી ઘરમાં તથા વ્યાપારમાં સુખ - સમૃદ્ધિ આવે છે .

વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે . આ દિવસે , તમારા કાર્યમાં વપરાયેલા મશીનો પૂજા કરવાથી બરકત આવે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્ર્વકમાર્ર્જીની પ્રતિમાનું અથવા છબીને ચાંદલો ચોખા કરી અબીલ ગુલાલ કંકુ અર્પણ કરી પૂજા - અર્ચના કરવી . દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને વિષ્ણુ ભગવાન અને વિશ્ર્વકમાર્ર્ જી ની આરતી કરવી તથા જે લોકો કારીગરી કામ સાથે જોડાયેલા હોય જે લોકો મશીનરીના કામ સાથે જોડાયેલા હોય તેઓએ વિશ્વકર્મા દાદાની પૂજા ખાસ કરવી ખાસ કરીને જમીન મકાનના બાંધકામ ના કામ સાથે જોડાયેલા લોકોએ વિશ્વકર્મા દાદાની પૂજા ખાસ કરવી આપને કલાકારીગીરીમાં પણ વધારો થશે વિશ્ર્વકમાર્ર્ દાદા એ સોનાની દ્વારકા નગરી પણ બનાવેલી વિશ્વકર્મા દાદા એ તે ઉપરાંત સોનાની લંકા ઇન્દ્રનું તથા શિવજીનું ત્રિશુલ અને પાંડવોની ઇન્દ્રપ્રસ્થ નગરી નું પણ નિર્માણ વિશ્વકર્મા દાદા એ કરેલું છે...
શાસ્ત્રી રાજદીપ જોશી ( વેદાંત રત્ન)


Related News

Advertisement
Advertisement
Advertisement