આગામી તા. 4ના શનિવારે સવારે ઉપધાન તપના આરાધકોની શોભાયાત્રા તથા બહુમાન તથા તા.5મીના રવિવારે સવારે ઉજવાશે મોક્ષમાળનો પ્રસંગ

02 February 2023 04:10 PM
Bhavnagar Dharmik Rajkot Saurashtra
  • આગામી તા. 4ના શનિવારે સવારે ઉપધાન તપના આરાધકોની શોભાયાત્રા તથા બહુમાન તથા તા.5મીના રવિવારે સવારે ઉજવાશે મોક્ષમાળનો પ્રસંગ

પાલીતાણામાં આ.શ્રી પુંડરીકરત્નસૂરીજી મ.સા. આદિની પાવન નિશ્રામાં 45 દિવસની ઉપધાન તપ આરાધના પૂર્ણતાના આરે

રાજકોટ, તા. 2 : શ્રી સિધ્ધચલ મહાતીર્થની શીતળ છાયામાં તથા ગૌરવવંતા ગિરિરાજની ગોદમાં પાલીતાણા તીર્થની પવિત્ર પુણ્યધરા પર પ્રથમ તીર્થંકર આદિનાથના સાંનિધ્યમાં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પુંડરીક રત્નસૂરીજી મ.સા. તથા પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ધર્મઘોષવિજયજી મ. આદિ ઠાણા-6 તથા પ.પૂ.મનોહર-સૂર્યપ્રભાત્મ શિશુ સાધ્વીજી ભગવંત શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા-7ની પાવન નિશ્રામાં પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકના દિવસે તા. 18-12-2022ના ઉપધાન તપની આરાધનાનો પ્રારંભ થયો. જેમાં કેટલાક આરાધકોએ અઢારીયું તો કેટલાકે અઠ્ઠયાવીસું, પાત્રીસું કરીને પોતાની આરાધના પૂર્ણ કરી પોતાના ઉપધાન નિર્વિધ્ને સંપન્ન કરેલ છે. જયારે 45 દિવસની ઉપધાન તપની પૂર્ણાહુતિ થવા જઇ રહી છે.

પ.પૂ. આ.ભ.શ્રી પુંડરીકરત્નસૂરીજી મ. આદિની નિશ્રામાં ભાતાઘરની પાછળ, જંબુદ્વીપની બાજુમાં તળેટી રોડ પર આવેલ વીશા નીમા ધર્મશાળામાં ઉપધાન તપની આરાધના ચાલી રહી છે. ઉપરોકત ઉપધાન તપના મુખ્ય આયોજક તથા સંપૂર્ણ લાભાર્થી માતુશ્રી ભાનુમતિબેન ઇશ્વરલાલ કપાસી, શ્રી યોગેશભાઇ ઇશ્વરલાલ કપાસી તથા શ્રીમતી મીનાબેન યોગેશભાઇ કપાસી પરિવાર છે. આગામી તા. 4થીના શનિવારે સવારે નવ કલાકે ઉપધાન તપના આરાધકોની શોભાયાત્રા તથા તપસ્વીઓના બહુમાનનો કાર્યક્રમ પાલીતાણા રાખવામાં આવેલ છે.

મોક્ષ માળ
તા.5મીના રવિવારે સવારે નવ વાગે ઉપધાન તપની મોક્ષ માળનું આયોજન કરવામાં આવેલ છે. 45 દિવસના ઉપધાન તપની આરાધનામાં રાજકોટના શ્રી સૌભાગ્યચંદભાઇ મોનજીભાઇ કોઠારી પરિવારના શ્રીમતી ઉર્વશીબેન અશ્વીનભાઇ કોઠારી તથા શ્રીમતી ભાવનાબેન પંકજભાઇ કોઠારી વગેરે પાલીતાણા મુકામે ઉપધાન તપની 45 દિવસની આરાધના પ્રસન્નતાપૂર્વક કરી રહ્યા છે. 45 દિવસના ઉપધાન તપમાં મુંબઇ, સુરત, અમદાવાદ, ભાયંદર, કાંદીવલી, બોરીવલી, પાલીતાણા, ભોપાલ, રાજકોટ, ઉજજૈન, જામનગર, બ્યાવરા વગેરે સ્થળોના આરાધકો જોડાયા છે.

હરેશભાઈ કપાસી થાણે મુંબઈ

તા.7મીના મણિયાર દેરાસરે મહાપ્રભાવક ઋષિમંડલ સ્તોત્રનું પૂજનનું આયોજન
શ્રીમતી ઉર્વશીબેન તથા શ્રીમતી ભાવનાબેન કોઠારીની ઉપધાન તપની અનુમોદના અર્થે
રાજકોટ, તા. 2 : શ્રીમતી ગજુમતીબેન સૌભાગ્યચંદ કોઠારી પરિવારની પુત્રવધૂઓ શ્રીમતી ઉર્વશીબેન અશ્વીનભાઇ કોઠારી તથા શ્રીમતી ભાવનાબેન પંકજભાઇ કોઠારીની 45 દિવસના ઉપધાન તપની આરાધના નિમિત્તે આગામી તા.7મીના મંગળવારે સવારે 9.15 કલાકે મણિયાર દેરાસર ખાતે મહામંગલકારી મહાસ્ત્રોત ઋષિમંડલ સ્તોત્રનું પૂજન રાખવામાં આવેલ છે. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય શ્રી ગૌતમ ગણધરે ઉત્તમોતમ ઋષિમંડલ સ્તોત્રની રચના કરી છે ઉપધાન તપની આરાધના દરમ્યાન પણ આ સ્તોત્ર વારંવાર સંભળાવવામાં આવે છે. આ સ્તોત્રના પઠન તથા પૂજનની આરાધના અતિ ઉત્તમ છે.

ઉપધાન તપ આરાધના : આત્માની ઉત્ક્રાંતિ
કરવા માટે પાપથી પ્રતિક્રાંતિ કરવાનો શંખનાદ
રાજકોટ, તા. 2 : પરમાત્મા મહાવીર દેવની 33મી પાટે બિરાજેલા પૂ. આચાર્ય ભગવંત શ્રી માનદેવસૂરીજી મહારાજાએ શ્રાવક-શ્રાવિકાઓની સાધના-આરાધના અર્થે ‘ઉપધાન વિધિ’ નામના ગ્રંથની રચના કરી છે. 45 દિવસની ઉપધાન આરાધના દરમ્યાન આરાધકોને પૂ. ગુરૂ ભગવંત કે સાધ્વીજી ભગવંતની નિશ્રામાં ઉપાશ્રયમાં રહેવાનું હોય છે. ઉપધાનમાં 21 ઉપવાસ, 10 આયંબીલ, 16 નીવિ, 47 પૌષધ, 5000 લોગસ્સનો કાર્યોત્સર્ગ, 5000 ખમાસમણા, 1 લાખ નવકાર મંત્રનો જાપ કરવાનો હોય છે. પૌષધ દ્વારા ચારિત્ર શુધ્ધિની આરાધના કરવામાં આવે છે.

ઉપધાન તપનો મહિમા
- આત્મામાં વિરતિનું વાવેતર કરવાની એક ઉત્તમ તક : ઉપધાન તપ.
- ચપ્પલ, વાહન, પંખો, મોબાઇલ ફોન, દાંતિયો, દર્પણ, પૈસા, ગાદી-તકિયા, વિ. સંસારની તમામ સુખ સગવડો આ બધી ચીજો વગર રહેવાનું હોય છે અર્થાત સાધુ જીવન ગાળવાનું રહે છે.
- નવકાર કેટલા વર્ષની ઉંમરે શીખ્યા ? ત્યારથી નવકારનું એક ઋણ ચુકવવાનું બાકી છે. આ ઋણ ચુકવવાની અણમોલ તક : ઉપધાન તપ
- પ્રતિક્રમણ, પ્રતિલેખન, દેવવંદન, કાર્યોત્સર્ગ, જાપ, ખમાસમણા, તપ-ત્યાગ, જિનવાણી શ્રવણ વગેરે અઢળક તારક અનુષ્ઠાનોનો ભવ્ય મેળો : ઉપધાન તપ.
- પોઝીશન, પઝેશન અને પ્રોફેશન પર બની આત્મામાં ઉતારવાનો ઉત્તમ અવસર : ઉપધાન તપ
- સંસારની ખટપટ અને ટકટકથી કામચલાઉ મુકત થવાનો સુવર્ણ અવસર : ઉપધાન તપ
- આત્માની ઉત્ક્રાંતિ કરવા માટે ખાપથી પ્રતિક્રાંતિ કરવાનો શંખનાદ : ઉપધાન તપ
- શરીરની સુખશીલતા સામે સત્વનો શંખનાદ એટલે ‘ઉપધાન તપ’


Related News

Advertisement
Advertisement
Advertisement