રાજકોટ : ઠંડીમાં રસ્તા પર નહીં, રેનબસેરામાં રહે!

02 February 2023 04:12 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : ઠંડીમાં રસ્તા પર નહીં, રેનબસેરામાં રહે!
  • રાજકોટ : ઠંડીમાં રસ્તા પર નહીં, રેનબસેરામાં રહે!

જુદા જુદા વિસ્તારમાં રસ્તે સૂતેલા ઘરવિહોણા લોકોને ઉઠાડીને સમજાવતું કોર્પોરેશન તંત્ર

રાજકોટ,તા.2
કડકડતી ઠંડીમાં શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે કોર્પો. દ્વારા તા. 21-1 થી 31-1 દરમ્યાન ડ્રાઇવ કરીને 139 લોકોને રેનબસેરામાં રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા.

આ આશ્રયસ્થાનોમાં ઘરવિહોણાં લોકોને રહેવાની નિ:શુલ્ક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા ભોજન કરાવવામાં આવે છે. સ્ત્રી-પુરૂષની અલગ વ્યવસ્થા સાથે આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

શહેરના 80 ફૂટ રોડ વિસ્તાર, બાલાજી મંદિર, ઢેબર રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ, સોરઠિયાવાડી સર્કલથી નંદાહોલ, અમુલ સર્કલથી આજીડેમ ચોકડી, રૈયા રોડ, જામનગર રોડ આસ પાસના સ્થળોએ દિવસ તથા રાત્રીના સમય દરમિયાન ડ્રાઈવ કરીને 139 ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી અપાઇ હતી. જેમાં ટ્રસ્ટના હોદ્દેદારો પણ જોડાયા હતા. હાલ શિયાળાની ઋતું હોય ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનનો લાભ લેવા તથા શહેરીજનોને પણ અન્યોને જાણકારી આપવા તંત્રએ અનુરોધ કર્યો છે.

રેનબસેરાના સરનામા
► શાળા નં.10 હોસ્પિટલ ચોક
► ડોરમેટરી, ભોમેશ્વર વાડી શેરી નં.2
► બેડીનાકા આજીનદીના કાંઠે
► મરચા પીઠ ઢોર ડબ્બા (સ્ત્રી વિભાગ)
► આજીડેમ ચોકડી જુના જકાતનાકા
► રામનગર આજી વસાહત 80 ફૂટ રોડ


Related News

Advertisement
Advertisement
Advertisement