પાલીતાણામાં 45 દિવસની ઉપધાન તપ આરાધના કરતા દેરાણી-જેઠાણી ઉર્વશીબેન તથા ભાવનાબેન

02 February 2023 04:13 PM
Bhavnagar Dharmik Rajkot Saurashtra
  • પાલીતાણામાં 45 દિવસની ઉપધાન તપ આરાધના કરતા દેરાણી-જેઠાણી ઉર્વશીબેન તથા ભાવનાબેન

► શ્રીમતી ગજુમતીબેન સૌભાગ્યચંદભાઇ કોઠારી તથા શ્રી અનંતરાય મોનજીભાઇ કોઠારી પરિવારની પુત્રવધૂઓની તપ આરાધના

► ફૈબા મહારાજ પૂ. શ્રી વિપુલયશાશ્રીજી મ.સા. તથા પૂ. શ્રી વ્રતધરાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વિવિધ તપ અનુષ્ઠાનો કરતા ઉર્વશીબેન તથા ભાવનાબેન : ધન્ય તપસ્વી

રાજકોટ, તા.2 : રાજકોટના ધર્માનુરાગી ગજુમતીબેન સૌભાગ્યચંદભાઇ કોઠારી તથા શ્રી અનંતરાય મોનજીભાઇ કોઠારી પરિવારના પુત્રવધુ શ્રીમતી ઉર્વશીબેન અશ્વીનભાઇ કોઠારી તથા શ્રીમતી ભાવનાબેન પંકજભાઇ કોઠારી પાલીતાણા મુકામે આચાર્ય ભગવંત પૂ. શ્રી પુંડરીકરત્નસૂરીશ્ર્વરજી મહારાજ, સાધ્વીજી ભગવંત પૂ. વિપુલયશાશ્રીજી મ.સાહેબ

તથા પૂ. સાધ્વીજી ભગવંત શ્રી વ્રતધરાશ્રીજી મ. સાહેબ(ફૈબા મહારાજ) બંનેની પ્રેરણાથી ભવ્ય ઉપધાન તપની આરાધનામાં જોડાયા છે. દેશ વિરતિના શિખરે આરોહણ કરવા તેમજ શ્રી નમસ્કાર મહામંત્ર ગણવાનો અધિકાર પ્રાપ્ત કરવા 4પ દિવસના ભવ્ય ઉપધાન તપની આરાધનામાં તા.18-12-2022થી શ્રીમતી ઉર્વશીબેન કોઠારી તથા શ્રીમતી ભાવનાબેન કોઠારી જોડાયા છે. તેઓ પ્રસન્નતાપૂર્વક સુખશાતા સાથે ઉલ્લાસપૂર્વક ધર્મ આરાધના કરી રહ્યા છે તથા શ્રી સિધ્ધાચલ મહાતીર્થની શીતળ છાયામાં ઉપધાન તપ મોક્ષમાળ તરફ તેઓ આગળ વધી રહ્યા છે.

આગામી તા.પમી ફેબ્રુઆરીના રવિવારે ઉપધાન તપ મોક્ષમાળનો પ્રસંગ ઉજવાશે. આ પ્રસંગને ઉજવવા ભાઇઓ તરૂણભાઇ, ડો. હીરેનભાઇ, ચેતનભાઇ તથા બેનશ્રી પૂર્વીબેન પ્રદીપભાઇ (સાંજ સમાચાર) તથા સમગ્ર કોઠારી કુટુંબ, સગા-સ્નેહીઓ, મિત્રો, સંબંધીઓ ધન્યતા અનુભવી રહ્યું છે. ઉપધાન તપ નિમિત્તે આરાધકોની શોભાયાત્રાનું આયોજન પણ તા. 4થીના શનિવારે કરવામાં આવેલ છે. ઉપરોકત બંને દિવસના કાર્યક્રમો વિશા નીમા યાત્રીક ભવન, તળેટી પાસે, પાલીતાણા ખાતે ઉજવાશે.

દેરાણી-જેઠાણી
નાનપણથી શ્રીમતી ઉર્વશીબેન અશ્વીનભાઇ કોઠારી તથા શ્રીમતી ભાવનાબેન પંકજભાઇ કોઠારીને જૈન ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા છે ત5 ધર્મ આરાધનામાં ફૈબા મહારાજ સાધ્વીજી પૂ. શ્રી વિપુલયશાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી પૂ. વ્રતધરાશ્રીજી મ.સા. આદિની પ્રેરણા મળી રહી છે. દેરાણી-જેઠાણીએ નવપદજીની તથા વર્ધમાન તપની ઓળી સાથે કરી છે. અઠ્ઠાઇ-નવાઇ સહિતની તપ આરાધના પણ સાથે કરી છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં તપ સાથે જ કરતા રહ્યા છે. પાલીતાણામાં પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં ચાતુર્માસ પણ કરેલું છે. હાલ પાલીતાણામાં ઉપધાન તપની આરાધના પણ સાથે રહીને કરી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement