મદુરાઇ (તમિલનાડુ),તા.2 : હિન્દુવાદી સંગઠન હિન્દુ મકકલ કાચીના નેતાની હથિયારોથી સજજ ટોળાએ ક્રુરતાથી હત્યા કરી હતી. હત્યા પાછળ અંગત દુશ્મનાવટ હતી કે રાજનીતિક દુશ્મની તે હજુ બહાર નથી આવ્યું. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હિન્દુ મકકલ કાચી ડેપ્યુટી સેક્રેટરી મણિકંદન (ઉ.41) મદુરાઇમાં જવેલરીની દુકાન ચલાવતા હતા.
મંગળવારે રાત્રે તે પોતાના દુકાન બંધ કરી પરત ફરી રહયા હતા. ત્યારે કેટલાક લોકોના ટોળાએ ચાકુ, દાતરડુ અને પથ્થરોની તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં ટોળુ મણિકંદનને ઘાયલ હાલતમાં છોડીને નાશી છુટયું હતું. બાદમાં મણિકંદનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.