નવી દિલ્હી તા.2 : ઉતરપ્રદેશના મુરાદાબાદમાં યુપીના પુર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવના પ્લેનને લેન્ડીંગની અનુમતી ન મળતા સમાજવાદી પાર્ટીએ નારાજગી જાહેર કરી જણાવ્યું હતું કે ભાજપના અહંકારનો બહુ ઝડપથી અંત આવશે. સમાજવાદી પાર્ટીએ આ કૃત્યને બિન લોકશાહી દર્શાવ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર અખિલેશ યાદવ પુર્વ ધારાસભ્ય દીપકુમારને મળવા મુરાદાબાદ જતા હતા પણ તેમના પ્લેનના લેન્ડીંગને મંજુરી નહોતી અપાઈ જેના કારણે તેમનો કાર્યક્રમ કેન્સલ થયો હતો. સપાએ ટવીટ કરી લખ્યું હતું કે યોગી સરકારના દબાણમાં આવીને મુરાદાબાદમાં કમિશ્ર્નર અને ડીએમ દ્વારા અખિલેશ યાદવના પ્લેનને લેન્ડીંગની મંજુરી ન આપવી બિન લોકશાહી કૃત્ય છે.