કેન્દ્રીય બજેટમાં અત્યાર સુધી ધનિકોને મળતા લાભમાં ફકત એક લાભ છીનવાયો છે. 1 એપ્રિલ 2023 બાદ જે જીવન વીમા પોલીસી ઈશ્યુ કરવામાં આવશે તો તેમાં વાર્ષિક પ્રીમીયમ રૂા.5 લાખથી વધુ હશે તો આ પોલીસીની મેચ્યોરીટી એટલે કે પાકતી તારીખે જે રકમ મળશે તેના પર ટેકસ લાગશે. કોઈ વ્યક્તિ પાસે એકથી વધુ જીવન વીમા પોલીસી હશે અને તે જો 1 એપ્રિલ 2023 બાદ તેમાં કુલ પ્રીમીયમની રકમ રૂા.5 લાખથી વધુ થશે તો તેમાં પણ આ ટેકસની જોગવાઈ લાગુ પડશે. જો કે યુનિટ લીંક ઈુસ્યુરન્સ પોલીસી પર આ જોગવાઈ લાગુ થશે નહી. સરકાર ઈન્વેસ્ટમેન્ટ અને ઈુસ્યોરન્સ વચ્ચે તફાવત કરવા માંગે છે. ધનિકો ઉંચા પ્રીમીયમની વીમા પોલીસી લઈને તેની તગડી રકમ ટેકસમાંથી બાદ મેળવે છે તે છટકબારી બંધ થશે.