નવી દિલ્હી: અદાણી ગ્રુપમાં હીડનબર્ગ મુદે સર્જાયેલી અફડાતફડીમાં કેન્દ્રીય રેલવે અને ટેક મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપમાં જે કંઈ બની રહ્યું છે તેના આંચકા પચાવી લેવા ભારતીય અર્થતંત્ર સક્ષમ છે તથા આ અફડાતફડી અલ્પજીવી પણ હશે. ગૌતમ અદાણીની માઈનીંગથી ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓએ અત્યાર સુધીમાં 92 બીલીયન ડોલર ગુમાવ્યા છે
પણ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ત્યાં ગમે તે ‘બ્લીપ’ છે તે કામ ચલાવ છે અને તેનાથી ભારતીય અર્થતંત્રને એકંદરે કોઈ અસર થનાર નથી. જો કે તેઓએ અદાણી ગ્રુપ સામેના હીડનબર્ગ રીપોર્ટ પર કોઈ પ્રત્યાઘાત આપવાનો ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું કે દેશમાં મજબૂત રેગ્યુલેટરી સિસ્ટમ છે અને તેમાં પરીસ્થિતિનું મુલ્યાંકન કરશે. બીજી તરફ દેશના મુખ્ય આર્થિક સલાહકાર વેંકટરામન અનંથા નાગેશ્વરમે બ્લુમબર્ગ ટીવી પર જણાવ્યું કે ભારતમાં રોકાણકારો આ અલ્પ સમયનો ઘોંઘાટ અનુભવે છે અને આ તબકકે અમો પરીસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.