નવી દિલ્હી: લોકસભા અને ધારાસભામાં એકથી વધુ બેઠકો પર લડવા પર કોઈ પ્રતિબંધ મુકવાનો સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે આ અંગેની એક અરજી ફગાવતા કહ્યું કે આ કાનૂન બનાવવાનું કામ દેશની સંસદનું છે અને એકથી વધુ બેઠકો પર લડવાનો વિકલ્પ મળવો જોઈએ કે કેમ તે દેશની સંસદ જ નિશ્ર્ચિત કરશે અને સંસદે જે મંજુરી આપી છે તેમાં સર્વોચ્ચ અદાલત દાખલ કરી શકે નહી. લોકસભા સહિતની ચૂંટણીમાં અનેક ઉમેદવારો એકથી વધુ બેઠકો લડે છે અને તેમાં જો બન્ને બેઠકો જીતે તો એકમાંથી રાજીનામુ આપતા ત્યાં ફેરચૂંટણી કરવી પડે છે તે સરકારી તિજોરી પર બોજો વધારે છે તેવી દલીલ સુપ્રીમ સમક્ષ કરવામાં આવી હતી.