નવી દિલ્હી: મોદી ડોકયુમેન્ટ્રીના કારણે સર્જાયેલા વિવાદમાં બીબીસી નિશાન પર આવી છે અને હવે ભારતમાં બીબીસીનું પ્રસારણ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ થઈ છે. એક એડવોકેટ દ્વારા દાખલ કરાયેલી રીટમાં બીબીસી અને આ ડોકયુમેન્ટ્રી બનાવનાર પત્રકાર સહિતની ટીમને ભારતમાં પ્રતિબંધીત કરવા જોઈએ. 2002ના ગોધરાના કૌમી રમખાણ સંબંધમાં બીબીસીની ડોકયુમેન્ટ્રી ‘ધ મોદી કવેશ્ચન’ વિવાદમાં છે. ભારત સરકારે આ ડોકયુમેન્ટ્રી પ્રતિબંધીત કરી છે.