સીંગતેલનો ડબ્બો ફરી 2800 ભણી, રૂા.15નો ઉછાળો: કપાસીયા-પામોલીન ઘટયા

02 February 2023 05:21 PM
Rajkot
  • સીંગતેલનો ડબ્બો ફરી 2800 ભણી, રૂા.15નો ઉછાળો: કપાસીયા-પામોલીન ઘટયા

રાજકોટ તા.2
ખાદ્યતેલના ભાવ ફરી ઉંચકાયા છે. જેમાં સિંગતેલના ભાવમાં ફરી રૂા.15નો વધારો થયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 2705-2785, 2655-2725 એ પહોંચ્યા છે ત્યારે બીજી બાજુ કપાસીયા અને પામોલીન તેલના ભાવ ઘટયા છે. કપાસીયામાં રૂા.15 અને પામોલીનમાં રૂા.10નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાની સાથે કપાસીયા ડબ્બાનો ભાવ (નવા) 1995-2045 (જુના) 1945-1995 અને પામોલીનના ડબ્બાનો ભાવ રૂા.1505-1510 એ પહોંચ્યા છે. સિંગતેલના ભાવ વધી રહ્યા છે. જેનું કારણ છે કે મગફળીના ભાવ આ વખતે વધુ બોલાયા છે તેમજ બજારમાં માલની ખેંચ ઉભી થઈ છે. જયારે સામે કપાસીયામાં વિરુદ્ધ પરીસ્થિતિ છે. કપાસીયાની માંગ ઘટી છે. પામોલીનમાં વૈશ્ર્વિક બજારની અસર જોવા મળી રહી છે. જેના કારણે ભાવ ઘટી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement