રાજકોટ,તા.2
રાજકોટ નજીક વડવાજડી ગામે રહેતો 11 વર્ષનો બાળક ક્રિષ્ના ભાવેશભાઈ જોગડીયા (કોળી) આજે અચાનક તેના ઘરપાસે રમતા રમતા પડતા સારવારમાં ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે, પરિવારજનોએ ડોકટરની બેદરકાીનો આક્ષેપ કર્યો છે.મૃતક ક્રિષ્નાના પિતા ભાવેશભાઈ મોહનભાઈ જોગડીયાએ જણાવ્યા મુજબ તેઓ વડવાજડીમાં પરિવાર સાથે રહે છે અને કરીયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાત કરે છે તેને સંતાનમાં 1 દીકરો અને બે દીકરી છે. દીકરો ક્રિષ્ના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.તે આજે સવારે 9 વાગ્યે ઘર બહાર રમતો હતો ત્યારે અચાનક ચકકર આવતા પડી જતા તેને પ્રથમ કેકેવી ચોક પાસેની કલરવ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં તબીબે તપાસી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા સુચન કરતા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં ખસેડયો હતો. ઈમરજન્સીના તબીબોએ તપાસી કેટીચીલ્ડ્રનમાં રીફટ કરેલી જયાં કે.ટી.ચિલ્ડ્રનના તબીબે તપાસી બાળક ક્રિષ્નાને મૃત જાહેર કરેલ હતો.જો કે પરિવારજનોના આક્ષેપ મુજબ કોઈ જ સારવાર અપાઈ ન હોતી પરિવારના સ્વજનો ભેગા થતા તબીબે મશીનરી લગાવી પ્રયાસ કરેલો પણ બાળકે ફરી આંખ ખોલી નહોતી બનાવના પગલે દેકારો બોલી જતા ડોકટરની બેદરકરી છે કે કેમ? તે તપાસવા સીસીટીવી ચેક કરાયા હતા. બીજા વિભાગોમાં સીસીટીવી ફુટેજ દેખાયા છે. પણ કે,ટી ચિલ્ડ્રનના વોર્ડમાં સીસીટીવી હોવાથી હકીકત જાણી શકાય નથી.
પાંચ દિવસ પહેલા ક્રિષ્નાને ઓરી નીકળેલા, એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત
ક્રિષ્નાના પરિવારજનોએ આપેલી વિગત મુજબ કિષ્નાને પાંચ દિવસ પહેલા ઓરી નિકળ્યા હતાં. સ્થાનિક કલીનીકમાંથી દવા લીધી હતી પછી સારુ થઈ ગયું હતું. અને બહાર રમતો ત્યાં જ ઢળી પડયો હતો. ભાવેશભાઈને સંતાનમાં એકનો એક પુત્ર હોય પરિવારમાં કલ્પાંત છવાયો છે.