પેશાવર (પાકિસ્તાન) તા.2
પેશાવરમાં મસ્જીદમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના બનાવમાં પુર્વ પીએમ નવાઝ શરીફની દીકરી અને મુસ્લીમ લીગ નવાઝની નેતા મરિયમ નવાઝે પુર્વ આઈએએસ ચીફ જનરલ ફૈઝ હામિદ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઈમરાનખાનના નજીકના જનરલ ફૈઝ હામિદ પેશાવરમાં આર્મી કમાન્ડર તરીકે તૈનાત હતા અને તેમણે જ આતંકવાદીઓ માટે રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો. મરિયમે જણાવ્યું હતું કે તે (હામિદ) ઈમરાનખાનના આંખ, હાથ અને કાન હતા પણ તે જો પાકિસ્તાનના હાથ, કાન, આંખ હોત તો આજે હાલત અલગ હોત. ફૈઝ હામિદે કેમ કહ્યું હતું કે આતંકવાદી આપણા ભાઈ છે, શા માટે તેમણે ખુંખાર આતંકીઓને જેલમાંથી છોડાવ્યા.