કેલિફોર્નિયા: વિશ્વભરની વસ્તીના 25 ટકા લોકો ફેસબુક પર છે અને તે સંખ્યા ડિસેમ્બર 2022ના રોજ ફેસબુકના યુઝર્સની સંખ્યા 200 કરોડથી વધી ગઈ હતી. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે ગત વર્ષ અમારા માટે પડકારનું રહ્યું હતું પરંતુ અમારા ફેસબુકના યુઝર્સની સંખ્યા અમારા ધારણા કરતા પણ વધી ગઈ છે. ઝુકરબર્ગના આ નિવેદન પછી ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના શેરમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતા. ઝુકરબર્ગે જણાવ્યું કે અમે હાલ એક નવા વાતાવરણમાં કામ કરી રહ્યા છીએ અને કંપની દ્વારા યુઝર્સનો અનુભવ વધુ સારુ બને તે જોવા પણ જઈ રહ્યા છીએ.