જાન્યુઆરીમાં 1.01 કરોડ ઇ-વે બીલ જનરેટ થયા !

02 February 2023 05:35 PM
Business Gujarat
  • જાન્યુઆરીમાં 1.01 કરોડ ઇ-વે બીલ જનરેટ થયા !

વેપાર-ધંધામાં બંબાટ તેજીના કારણે ચાલુ નાણાકીય વર્ષના હાઇએસ્ટ ઇ-વે બીલ જનરેટ થયા: મોબાઇલ ચેકીંગ ટીમોએ રૂા.14.02 કરોડની કરચોરી ઝડપી લઇ 388 ટ્રકો ડીટેઇન પણ કર્યા

રાજકોટ,તા.2 : ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વેપાર ધંધાની ગાડી પુરપાટ દોડી રહી છે અને સતત વેપાર ધંધામાં તેજી દેખાઇ રહી છે. જેનું મુખ્ય ઉદાહરણ રાજયમાં સતત વધતા જતા ઇ-વે બીલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સતતને સતત જીએસટીના ઇ-વે બીલ જનરેટ થવાની સંખ્યામાં વધારો નોંધાઇ રહયો છે. ઉલેખ્ખનીય બાબત એ છે કે, ચાલુ નાણાકીય વર્ષ-2023ના સૌથી હાઇએસ્ટ ઇ-વે બીલ ગયા જાન્યુઆરી માસમાં જનરેટ થયા હોવાનું સ્ટેટ જીએસટી વિભાગના સુત્રોમાંથી જણાવા મળી રહયું છે.

આ અંગેની રાજયના સ્ટેટ જીએસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગતોનુસાર ગત જાન્યુઆરી માસમાં 1 કરોડ 1 લાખ 35 હજાર ઇ-વે બીલ જનરેટ થયા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં આ સૌથી વધુ ઇ-વે બીલ જનરેટ થયા હોવાનું જીએસટીના સુત્રો જણાવી રહયા છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, વર્ષ-2022ના ડીસેમ્બર માસમાં પણ 99 લાખ જેટલા વિક્રમી ઇ-વે બીલ જનરેટ થયા હતા અને હવે ચાલુ નાણાકીય વર્ષના સૌથી વધુ ઇ-વે બીલ ગયા જાન્યુઆરી માસમાં જનરેટ થયા છે જે ગુજરાતમાં વેપાર ધંધામાં સતત તેજી દર્શાવે છે. જીએસટી વિભાગના સુત્રો એવું પણ જણાવે છે કે,

ઇ-વે બીલ જનરેટ કરવા બાબતે રાજયના વેપારીઓમાં પણ ખુબજ જાગૃતિ આવી છે. દરમ્યાન સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ ચેકીંગ સ્કવોડ દ્વારા ગત જાન્યુઆરી માસમાં રાજયભરના હાઇવે અને ચેકપોસ્ટ ઉપર ઇ-વે બીલ અંગે સઘન ચેકીંગ કરાયું હતું. આ ચેકીંગ દરમ્યાન ઇ-વે બીલ ન હોવા અંગે તથા ઇ-વે બીલમાં જુદી જુદી ક્ષતિઓ બદલ જીએસટી તંત્રએ 388 ટ્રકો ડીટેઇન કરી હતી અને વેરો તથા દંડ પેટે રૂ.14.02 કરોડની વસુલાત કરેલ હતી. ગત માસ દરમ્યાન સૌથી વધુ એમએસ સ્ક્રેપ, એસએસ સ્ક્રેપ, બ્રાસ સ્ક્રેપ, એલ્યુમિનીયમ સ્ક્રેપની કોમોડીટીમાં કરચોરી ઝડપાઇ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement