જમ્મુના નરવાલ ક્ષેત્રમાં 21 જાન્યુ.ના રોજ એક બાદ એક એમ બે શક્તિશાળી વિસ્ફોટ થયા હતા અને પાંચ લોકોને ઈજા થઈ હતી તેમાં પોલીસે મુખ્ય ષડયંત્રકાર આરીફને ઝડપી લીધો હતો અને તેણે કબુલ કર્યુ કે પાકિસ્તાની આતંકીના કહેવા પર તેણે આ બોમ્બ ગોઠવ્યા હતા. આરીફ એ સ્થાનિક સ્કુલમાં શિક્ષક છે અને તે પાકની ત્રાસવાદી સંગઠનના સ્લીપર સેલનો સભ્ય હોવાનું મનાય છે.