રાજકોટ,તા.2 : રાજકોટની યુવતિ અમદાવાદ નોકરી કરવા ગયેલી જયાં કંપનીમાં સાથે કામ કરતા જુબીન સનીમખાન પઠાણ નામના યુવાને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી કેસની વિગત મુજબ આરોપી યુવકે ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી મુસ્લીમ ધર્મના પુસ્તકો માટે આપી ફરાન વાંચવા દબાણ કર્યું હતું. અને યુવક પરણિત હોવા છતા લગ્નની લાલચ આપી હતી.
વર્ષ 2021માં રાજકોટની ગેલેરીયા હોટલમાં બોલાવી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચરેલું અને ફોટા વિડીયો ઉતારી પરિવારના સભ્યોને મોકલવા ધમકી આપ્યાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરેલી, તેણે જામીન અરજી મુકતા સરકારી વકીલ અને મુળ ફરિયાદીના વકીલે દલીલ કરેલી કે યુવકે અન્ય એક હિન્દુ યુવતિ સાથે લગ્ન કર્યા છે.
જે પછી બીજી યુવતિ સાથે પણ સંબંધ છે તેનું ગુનાહીત માનસ થાય છે. જેથી જામીન મંજુર કરવા જોઈએ નહીં જે ધ્યાનેલઈ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અતુલભાઈ જોષી તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટ અશ્વીન ડી.પાડલીયા, રાહુલ બી .મકવાણા, રવિરાજ રાઠોડ, નિલેશભાઈ જોષી, ભાર્ગવ બોડા, કૃણાલ વિંધાણી રોકાયેલા હતાં.