રાજકોટ,તા.2 : રસરાજ રશેષ મહોત્સવ દિવસે દિવસે એની ચરમગતિ તરફ આગળ વધી રહ્યો છે. તા.1ને બુધવારની રાત્રિએ સંપ્રદાયીક પરંપરા પ્રમાણે ગૌ.શ્રીરશેષકુમારજીની બિનેડી (વરઘોડા)નો અનેરો રંગ છવાયો હતો. દેશભરમાંથી પધારેલાં અનેકો પીઠાધીશ આચાર્યશ્રીઓની પંકિત સાથે સેંકડો આચાર્ય ઓની સન્નિધી સાથેની બિનેકીનો પૂર્વક રાત્રિનાં 11 વાગ્યે લક્ષ્મીવાડી હવેલી ખાતેથી આરંભ થયો હતો. મોરબીની સાધુજમાતનાં અદ્ભૂત રીતે શણગારેલાં હાથીની પ્રથમ સવારી સાથે ઝંડાધારી વૈષ્ણવ યુવાનો મહીબાયો તેમજ હજારો વૈષ્ણોની ભીડ સાથે ઘોડા બગ્ગીઓ-રંગબેરંગી છત્રીદળે અર્ધરાત્રિએ પણ રસ્તાઓમાં ઝગપગાર ફેલાવી અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. હવેલીએથી કેનાલ રોડ ગુંદાવાડી ચોક થઈ પ્રસ્તાવ પંડાલ તરફ પ્રયાણ કરતી શોભાયાત્રાનું ઠેર-ઠેર સેંકડો વૈષ્ણવ પરિવારોએ ફૂલોની છોળોથી સ્વાગત કર્યું હતું.
ગૌ.શ્રી રશેષકુમારજી જરકશી જામા અને આંટાળી લાલ પાગ સહેરાધારી અનેરી દિવ્યતા છવાઈ હતી.હજારોની ભીડ-રાસકિર્તનોની રમઝટ વચ્ચેની આ શોભાયાત્રા નગરમાંથી પસાર થતાં રાત્રે 12 વાગ્યે પણ શહેરનાં રાજમાર્ગોમાં ચકકાજામ સાથે ફુલોનો રંગ છવાયો હતો. બિનેકી પ્રસ્તાવ પંડાલ સુધી પહોંચતાં ફટાકડાની આતશબાઝી સાથે સ્વાગત કરાયું હતું. કાલની સાંજે શ્રી મદનમોહન પ્રભુને શયન દર્શનમાં કેળનાં બંગલાની અદ્ભૂત ઝાંખીથી દિવ્યતા છવાઈ હતી.કેળનાં બંગલા બેજોડા પચ્ચીસકારી કલાએ પુષ્ટિ સંપ્રદાયની કલા પરંપરાનો દિવ્ય અનુભવ કરાવ્યો હતો. આજે સવારે 9.30 વાગ્યાથી પ્રસ્તાવ પંડાલમાં ગૌ.શ્રી રશેષકુમારજીનાં ચૌલ સંસ્કાર (મુંડન વિધિ)થી શરૂ થનારા કાર્યક્રમો વેદ દવની વચ્ચે પૂજયને યજ્ઞોપવિત્ર સંસ્કાર થયા જયપુર-અમદાવાદનાં આચાર્ય પુરોહિત દ્વારા દિવ્ય વેદગાન થયા.
યજ્ઞોપવિત્ર ધારક ચિ.ગૌસ્વામી મધ્ય બપોરે બિરાજમાન તમામ આચાર્ય પરિવારો અને વૈષ્ણવો દ્વારા શીખ પ્રાપ્ત કરી આશિર્વાદ ગ્રહણ કર્યા હતાં.આજે સાંજે શયન દર્શનમાં મદનમોહન પ્રભુને મહીરાસ દર્શન સાથે વૈષ્ણવ ભાવુકો માટે શરદની ઉજીયાળી રાત્રિ જીવંત થશે. આ વરઘોડો યાત્રાની અનોખી તૈયારી માટે સમિતિનાં અગ્રણીઓ ચીમનભાઈ લોઢીયા, હસમુખભાઈ ડેલાવાળા, દિનેશભાઈ કારીઆ, સુખાભાઈ કોરડીયા, સુરેશભાઈ, બુર્ઝુગ એવા અન્તુભાઈ સોની,વ્રજધામ કમીટીનાં ગોવિંદભાઈ દાવડા, હિતેશભાઈ રાજપરા, સુભાષભાઈ શીંગાળા, હર્ષદભાઈ રાજપરા, હિરેનભાઈ સોની સહિત 150 થી વધુ સ્વયંસેવક કાર્યકર્તાઓ પાછલા એક મહીનાથી જહેમત ઉઠાવી રહ્યાં છે.