સહકારી સંસ્થાની તકરારને સાંભળવાની સતા સિવિલ કોર્ટને નથી: ન્યાયમૂર્તિ એમ.ડી. પરમાર

02 February 2023 05:54 PM
Rajkot
  • સહકારી સંસ્થાની તકરારને સાંભળવાની સતા સિવિલ કોર્ટને નથી: ન્યાયમૂર્તિ એમ.ડી. પરમાર

કોઇપણ સહકારી કાયદા હેઠળ નોંધાયેલ : ચરખડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામેનો દાવો રદ કરતી ગોંડલની સિવિલ કોર્ટ: એડવોકેટ સતિષ દેથલીયાએ કરેલી દલીલો માન્ય

અત્રેની સીવીલ કોર્ટ, ગોંડલ સમક્ષ ગોંડલ તાલુકાની ચરખડી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. સામે મંડળીમાં દુધ ભરતા ગ્રાહક ભાવેશભાઇ લવજીભાઇ લીલાએ એવી તકરાર સાથે દાવો રજુ કરેલ કે, મંડળી દુધ ભરતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરે છે, દુધનું ઓછું વજન આપે છે અને તેવી તકરાર લેતા દુધ મંડળી અમારું દુધ લેતા નથી તે દુધ લે અને દુધનું પુરું વજન પુરું આપે તેની રકમ ચુકવે તેવી દાદ સાથે દાવો દાખલ કરેલ.

કોર્ટમાં કેસ ચાલતા મંડળીના એડવોકેટ સતિષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆત કરેલ કે, મંડળી સહકારી કાયદા હેઠળ નોંધાયેલ છે. મંડળી તેના ગ્રાહકો પાસેથી દુધ લે છે અને તે તેની માતૃ સંસ્થા એટલે કે રાજકોટ ડેરીમાં જમા કરાવે છે. અને તેનું નીયમીત સુપરવીઝન થાય છે. દુધ ભરતા ગ્રાહકોનો દાવો ખરો નથી. જેથી સહકારી સંસ્થાની રચના, મેનેજમેન્ટ સહીતની બાબતો ચલાવવાની સતા અને અધિકાર સીવીલ કોર્ટને નથી અને તે અંગેનો ન્યાય નીર્ણય કરવાની સતા અને અધિકાર રજીસ્ટાર અને નોમીનીઝ છે અને અન્ય દુધ ભરતા ગ્રાહકોએ કયારે આ બાબતે તકરાર લીધેલ નથી

જેથી દાવો રદ કરવો જોઇએ. રજુઆતોમાં તથ્યતા જણાતા ગોંડલના સીવીલ કોર્ટના જજ એમ.ડી. પરમારે સહકારી કાયદા હેઠળ નોંધાયેલ સહકારી સંસથાની મેનેજમેન્ટ, નોંધણી, કમીટી રચના સહીતની તકરાર સાંભળવાની સતા અને અધિકાર સીવીલ કોર્ટને નથી તેમજ ચરખડી દુધ મંડળી ધુધ ભરતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરતો હોય તેવો કોઇ રેકર્ડ આધારીત પુરાવો રજુ કરેલ નથી. જેથી વાદી તેનો દાવો સાબીત કરી શકવામાં નીષ્ફળ ગયેલ છે તેમ ગણીને વાદીનો દાવો રદ કરતો હુકમ કર્યો છે. આ દાવામાં મંડળી વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા, જયસુખ બારોટ, સહાયક રમેશ સોલંકી રોકાયેલા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement