આમિરે તેની આગામી ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ માટે સલમાન ખાનને ઓફર કરી

03 February 2023 02:32 PM
Entertainment India
  • આમિરે તેની આગામી ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ માટે સલમાન ખાનને ઓફર કરી

આ ફિલ્મમાં આમિર રોલ કરવાનો હતો પરંતુ એકિટંગમાં બ્રેક લીધો હોઇ સલમાનને ઓફર કરી

મુંબઇ
લાલસિંહ ચઢ્ઢા બાદ આમિર ખાન સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની રિમેક પર કામ કરવાનો હતો. પણ બોકસ ઓફિસ પર લાલસિંહ ચઢ્ઢા ફલોપ થયા બાદ આમિરે એકિટંગમાંથી બ્રેક લેવાનો ફેસલો કર્યો હતો.

હવે આમિર ખાને એક ફિલ્મ સલમાન ખાનને ઓફર કરી છે. ફિલ્મ બાબતે વધુ જાણકારી તો નથી મળી પરંતુ ચર્ચા છે કે, આ ફિલ્મ એ ‘ચેમ્પિયન્સ’ છે. જેમાં આમિર કામ કરવાનો હતો.

જાણકારી મુજબ આ ફિલ્મને આમિરખાન પ્રોડયુસ કરશે પરંતુ તેમાં લીડ રોલમાં સલમાન ખાન નજરે પડશે. જયારે ફિલ્મનું નિર્દેશન આરએસ પ્રસન્ના કરશે. સુત્રો મુજબ આમિર ખાનને માનવું છે કે, ફિલ્મમાં જે પાત્ર છે. તેની સાથે સલમાન ખાન જ ન્યાય કરી શકે છે. એટલે આ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરાઇ છે.

સલમાન ખાને પણ આ પ્રોજેકટમાં રસ દાખવ્યો છે. જોકે હજુ સુધી આનું પેપર વર્ક નથી થયું ફિલ્મનો વિષય આમિરના હૃદયની નજીક છે. એટલે તે ઇચ્છે છે કે સલમાન આ ભુમિકાને નિભાવે. ગત વર્ષે આમિરે જણાવ્યું હતું કે, ફિલ્મ કરતી વખતે હું એટલો ખોવાઇ જાઉં છું કે, પછી મારી જિદંગીમાં બીજું કંઇ નથી હોતું.


Related News

Advertisement
Advertisement
Advertisement