♦ ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે સહિત અનેક સન્માનથી સન્માનિત હતા
હૈદ્રાબાદ,તા.3
તેલુગુ સિનેમાના મહાન નિર્દેશક અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્દેશક અભિનેતા કે વિશ્વનાથનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. 92 વર્ષીય કે. વિશ્વનાથ વય સંબંધિત બીમારીઓથી પીડીત હતા.
કે. વિશ્વનાથને વર્ષ 2013માં ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે કલા તપસ્વી તરીકે પણ જાણીતા હતા. તેમને પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, રાજય નંદી પુરસ્કાર, 10 ફિલ્મ ફેર પુરસ્કાર દક્ષિણ અને હિન્દીમાં એક ફિલ્મ ફેર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. વર્ષ 1992માં કે. વિશ્વનાથને કલા ક્ષેત્રમાં યોગદાનને લઇને આંધ્રપ્રદેશ રાજય રઘુપતિ વેંકૈયા પુરસ્કાર અને નાગરીક સન્માન પદ પણ મળ્યું હતું.
કે. વિશ્વનાથે એક ઓડીયો ગ્રાફર તરીકે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1965માં નિર્દેશક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ગોવારમ હતી. તેમની મોટી ફિલ્મોમાં ‘શંકરભરણમ’, ‘સ્વાથિનુથ્યમ’, ‘સાગર સંગમમ’, ‘સ્વયં કૃષિ’નો સમાવેશ થાય છે. નિર્દેશક તરીકે તેમની 2010માં આવેલી છેલ્લી ફિલ્મ હતી. ‘સુભાપ્રદમ’માં હતી.