રાજકોટ,તા.3
રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ચાલી રહેલ શતાબ્દી વર્ષની ત્રિદિવસીય ઉજવણીના અનુસંધાને ઉજવણીના બીજા દિવસે રેસકોર્સમાં તૈયાર કરાયેલ વિશ્વકર્માધામમાં વિશ્વકર્મા જયંતીની પૂર્વ સંધ્યાએ દિનેશ ગજ્જર લીખીત અને જયંત ગજ્જરના ગીત સંગીત સાથે શ્રી સાંઈ આર્ટના રાકેશ કડીયા અને તેમના ગ્રુપના 45 કલાકારો દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના દશાવતારની ઝાંખી કરાવતો કાર્યક્રમ હજારો લોકોએ માણ્યો હતો
પ્રથમ વખત રજુ થયેલ કાર્યક્રમને સમગ્ર સમાજે જય વિશ્વકર્માના જયઘોષ સાથે વધાવી લીધો હતો. રાત્રીના નવેક વાગ્યાના સુમારે ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રસીકભાઈ બદ્રકિયા, અધ્યક્ષ મુકેશભાઈ વડગામા, ટ્રસ્ટીઓ,કારોબારી સભ્યો અને વિવિધ સંસ્થાના હોદેદારોના હસ્તે દીપ પ્રાગટય થયા બાદ રજુ થયેલ કાર્યક્રમમાં વિશ્વકર્મા પ્રભુજીના દશ અવતારો વિરાટ વિશ્વકર્મા ભૂમાદેવ વિશ્વકર્મા પ્રભુજીના દશ અવતારો વિરાટ વિશ્વકર્મા કશ્યપ ઋષિના પુત્ર ત્વષ્ટા વિશ્વકર્મા, દેવશીલ્પી વિશ્વકર્મા, જગદગુરૂ વિશ્વકર્મા તિલોતમાં સર્જક વિશ્વકર્મા પ્રજાપતિ વિશ્વકર્મા અને અંગીરાવંશી વિશ્વકર્મા એમ દશેય અવતારના કાર્યને સ્ટેજ પર જીવંત રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે દશેય અવતારોનું હોદેદારો ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યા બાદ જયંત ગજ્જર અને દિનેશ ગજ્જરે વિશ્વકર્મા ગાન રજુ કરાયું હતું અને બાદમાં આરતી કરવામાં આવી હતી. આરતી સમયે હજારો લોકોએ મોબાઈલ લાઈટથી આરતી ઉતારી હતી ત્યારે અદભુત દશ્ય ઉભુ થયું હતું.
વિશ્વના તંત્રી પ્રવિણ ગજ્જર દ્વારા બચુભાઈ વડગામા લીખીત ભૂૂમા પુરાણ ભેટ મળ્યું હતું. 2018માં મળેલ ભેટ પુસ્તક વિશ્વકર્મા પ્રભુના દશેય અવતારને નાટયરૂપાંતર કરીને સ્ટેજ પર ભજ્વ્યું આયોજનને સફળ બનાવવા હોદ્દેદારો સભ્યોએ જહેમત ઉઠાવી હતી.