ધ્યાન-ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સાથે સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો ધ્યાન શિબિરનું આયોજન

03 February 2023 05:30 PM
Rajkot Dharmik
  • ધ્યાન-ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સાથે સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો ધ્યાન શિબિરનું આયોજન

રાજકોટ,તા.3
રવીદાસ જયંતિ નિમિતે રવિવારના રોજ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદીરે, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે સાંજે 4 થી 8 દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. જેમાં અલગ અલગ સમયે જુદા જુદા કાર્યક્રમો યોજાશે. સાંજે 5 થી 6 ઓશો હાર્ટ ડાન્સ, 6.15 થી 6.45 સ્વામી દેવ રાહુલ દ્વારા હસીબા, ખેલીબા, ધરીબા ધ્યાનમ સાંજના 6.45 થી 7.30 દરમ્યાન પુનમ કિર્તન ઉત્સવ તથા સંધ્યા સત્સંગ, રાત્રે 7.30 થી 8 સ્વામી અમૃત ગગનના જન્મોત્સવ દરમ્યાન જન્મો કેક કટીંગ અને રાત્રે 8 વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે. રાત્રે 8.30 થી 12.30 દરમ્યાન બકુલભાઇ ટીલાવત તથા તેમના સાથી કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌતમભાઇ મકવાણા, દેવશીભાઇ ચુડાસમા, વિનોદભાઇ કલોલા, વિનુભાઇ નિમાવત, બળવંતસિંહ ગોહિલ, રાજુભાઇ, રસીકભાઇ મકવાણા તથા સ્વામી જગદીશભાઇ જેવા કલાકારો દ્વારા વિવિધ સંતો મહંતોની રચના રજુ કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement