World Cancer Day : ગુજરાતમાં દર 1000 સ્વસ્થ વ્યક્તિઓ સરેરાશ 19ને પ્રી-કેન્સર લક્ષણો

04 February 2023 11:36 AM
Gujarat India
  • World Cancer Day : ગુજરાતમાં દર 1000 સ્વસ્થ વ્યક્તિઓ સરેરાશ 19ને પ્રી-કેન્સર લક્ષણો

♦ કેન્સર સામે લડવા તબીબી જગત આધુનિક બન્યું છે પણ તેવી જ આધુનિક લાઈફસ્ટાઈલથી સ્થિતિ બગડી છે

♦ ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટનું તારણ: પુરૂષોમાં મોઢાના અને સ્ત્રીઓમાં સ્તનના કેન્સરમાં વધારો

♦ હવે કેન્સરના પ્રારંભીક લક્ષણો અંગે જાગૃતિની જરૂર: જેને અવગણવાથી કેન્સર ગંભીર બની શકે: રાજયમાં સરેરાશ 40000થી વધુ મોત કેન્સરથી જ થાય છે

રાજકોટ:
આજે વિશ્વ કેન્સર- વિરોધી દિવસ છે. માનવજાતને હૃદયરોગની સાથે જ મૃત્યુમાં વહેલા ધકેલવા માટે કેન્સરની બિમારી મોખરે છે. એક સમયે કેન્સર એ ‘કેન્સલ’ ગણાતું હતું. એટલે જેને કેન્સર થાય તેનું વહેલું મૃત્યુ નિશ્ચિત હતું પણ હવે તબીબી વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે પણ તેની સાથે કેન્સરને આમંત્રીત કરતી લાઈફસ્ટાઈલ પણ ઝડપથી પ્રસરી છે અને તેથી જ કેન્સર એક ખૂબ જ પિડાદાયક- ખર્ચાય અને મૃત્યુને પણ આમંત્રીત કરતો રોગ આજે પણ બની રહ્યો છે.

અમદાવાદ સ્થિત એક બિઝનેસમેનના ધર્મપત્નીના એક વર્ષ પુર્વે ફકત સામાજીક ઝુંબેશના ભાગ લઈને જ પોતાનું કેન્સર અંગેની તપાસ કરાવી હતી અને થોડો સમય પછી વધુ ટેસ્ટ કરાવવા હોસ્પીટલનો કોલ આવ્યો અને હાલમાં જ તેને જાણ કરવામાં આવી તેમને ગર્ભાશયના મુખનું કેન્સર છે તેમના માટે આ એક જબરો આંચકો હતો તેમને કદી કોઈ શારીરિક તકલીફ થઈ ન હતી કે શંકા પણ જાગે.

જો કે સદનસીબ કે તેમનું સમય પર નિદાન થયું અને ગર્ભાશય દૂર કરીને કેન્સરને પ્રસરતું રોકી દેવાયું પણ આ નસીબ દરેકને હોતું નથી. ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટ કેન્સરના વહેલા નિદાનથી આ રોગ સામે વધુ સારી રીતે લડી શકાય છે તે સલાહ આપે છે. જેના અભ્યાસમાં જણાવ્યું કે દર 1000 વ્યક્તિએ ઓછામાં ઓછા 19 લોકો પ્રી-કેન્સરના કોઈ લક્ષણ ધરાવે છે.

સૌરાષ્ટ્રમાં મને હવે ગુજરાતમાં તંબાકુના વ્યસનથી મોઢાના કેન્સરના દર્દીઓ વધતા જાય છે જેમાં મુખ્ય રીતે સબમ્યુકોસ ફાઈબ્રોસીચ (મોઢુ ખોલવામાં તકલીફ) ઉપરાંત મહિલાઓએ ગર્ભાશય અને સ્તનના કેન્સર બાળકો સહિતમાં લોહીના કેન્સર વિ. પ્રકારના કેન્સર જોવા મળે છે.

હવે કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટ આ પ્રકારના કેન્સરના પ્રારંભીક લક્ષણો જેને સૌ લગભગ નજર અંદાજ કરે છે તે અંગે જાગૃતિનું અભિયાન ચલાવશે જેથી કોઈ પણ વ્યક્તિ ખુદ માટે જાગૃત બની શકે. હવે કેન્સરના ઈલાજમાં નવી નવી ટેકનોલોજી માઈક્રો સર્જરી અને રીક્ધસ્ટ્રકશનથી દર્દીને નવજીવન મળે છે પરંતુ પ્રથમ રાહત છે.

હેલ્થી લાઈફ સ્ટાઈલનો જે જરૂરી છે. ગુજરાતમાં 2022માં કેન્સરના 73382 કેસ ગુજરાત કેન્સર રીસર્ચ સોસાયટીના રજીસ્ટરમાં નોંધાયા હતા અને 40536 મૃત્યુ કેન્સરના કારણે થયા હતા. પુરૂષોમાં મોઢાનું કેન્સર અને સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર સૌથી વધુ નોંધાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement