જાસૂસી બલુન મુદે અમેરિકા ગંભીર: વિદેશમંત્રીની ચીન યાત્રા સ્થગીત

04 February 2023 11:43 AM
India Off-beat World
  • જાસૂસી બલુન મુદે અમેરિકા ગંભીર: વિદેશમંત્રીની ચીન યાત્રા સ્થગીત

♦ વધુ એક ચીની મનાતું જાસૂસી બલુન હવે લેટીન અમેરિકા પર દેખાયુ

♦ એન્ટની બ્લીંકન રવાના થવાના જ હતા ત્યાં વ્હાઈટ હાઉસે રોકી દીધા: 60000 ફુટ ઉડતા બલુન મુદે જમીન પર તનાવ

વોશિંગ્ટન: ચીન દ્વારા તરતા મુકવામાં આવેલા ‘સ્પાય બલુન’નો વિવાદ ગરમાયો છે. એક તરફ અમેરિકાના અણુશસ્ત્ર લોન્ચીંગ સ્થળો પર હજારો ફુટ ઉંચે આ ચીનના સ્પાય બલુન તરતું દેખાયા બાદ અમેરિકાએ આ અંગે સખ્ત વિરોધ નોંધાવી વ્હાઈટ હાઉસે વિદેશમંત્રી એન્ટની બ્લિકનની ચીન યાત્રા સ્થગીત કરી છે. તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગને પણ મળનાર હતા તો હવે આ પ્રકારનું વધુ એક જાસૂસી બલુન લેટીન અમેરિકાના દેશોના આકાશમાં પણ તરતું હોવાના ખબર આપ્યા છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવકતા બ્રિગેડીયર જનરલ વૈટ રાઈડરે એક વાતચીતમાં જણાવ્યું કે આ પ્રકારનું એક વધુ જાસૂસી બલુન લેટીન અમેરિકા પરથી પણ પસાર થયું હોવાના ખબર છે અને તે સંભવત અમેરિકા પર પણ આવી શકે છે. આ પ્રકારનું જાસૂસી બલુન 60000 ફુટની ઉંચાઈએ ઉડી શકે છે.

જો કે તે જાસૂસી કરવા કેટલું શક્તિશાળી છે તે અંગે પ્રશ્ર્ન છે. અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન બિજીંગ જવા રવાના થવાના જ હતા તે સમયે તેઓની આ યાત્રા સ્થગીત કરવામાં આવી છે. અમેરિકા-ચીન તેમના બન્ને વચ્ચેના દક્ષિણ અમેરિકી સમુદ્ર તાઈવાન સહિતના મુદે તનાવ ઘટાડવા માટે આ વાતચીત કરવાના હતા.

એ હવામાન બલુન છે; માર્ગ ભટકી ગયું છે: ચીને ‘દિલગીરી’ વ્યક્ત કરી
જાસૂસી થતી હોવાનો દાવો નકાર્યો
અમેરિકા પર ચીનના જાસૂસી બલુનના વિવાદ પર ઠંડુ પાણી રેડતા ચીને જાહેર કર્યુ કે આ કોઈ જાસૂસી બલુનથી ફકત હવામાન સંબંધી માહિતી માટે આ બલુન આકાશમાં તરતું મુકાયું હતું પણ લાગે છે કે તે સંભવીત માર્ગમાં ભડકી ગયું છે. ચીને અમેરિકાના હવાઈ ક્ષેત્રમાં આ બલુન પહોંચ્યું તે બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. ચીને તેની સતાવાર માહિતીમાં જણાવ્યું કે આ રીતે હવાથી ચાલતા બલુન પ્રવાસ ક્ષમતા મર્યાદીત જ હોય છે અને તેના નિર્ધારિત માર્ગથી ખૂબ જ દૂર ચાલ્યું ગયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement