ઇમ્પેકટ ફી કાયદામાં હવે ઓફલાઇન અરજીની છુટ્ટ : 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી મુદ્દત વધશે ?

04 February 2023 11:47 AM
Ahmedabad Gujarat
  • ઇમ્પેકટ ફી કાયદામાં હવે ઓફલાઇન અરજીની  છુટ્ટ : 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી મુદ્દત વધશે ?

ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની યોજનાને અપેક્ષિત પ્રતિસાદ ન મળ્યો

ગાંધીનગર : ગુજરાત સરકારે હવે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે. જેમાં હાલ રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે.

ઇમ્પેકટ ફી કાયદાની સમયમર્યાદા 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. પરંતુ અપેક્ષીત પ્રતિસાદ મળ્યો નથી ત્યારે ઓફલાઇન અરજીની છુટ્ટ આવતા સાથે મુદ્દત પણ લંબાવવામાં આવે તેવી શકયતા છે. મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભામાં અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

આ અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નાગરીકોના હિતમાં તથા આંતરમાળખાકીય સવલતોને વધુ સુદ્દઢ બનાવવા તેમજ અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સુખ-સલામતી જળવાઇ રહે તે માટે કટીબદ્વ છે. શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી અને સમયની માંગ પણ છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા માટે કરાશે તેમ શહેરી વિકાસ વિભાગ પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022 ’ની જોગવાઇઓ અંગે વિગતો આપી હતી.

વિધેયકની મહત્વની જોગવાઇઓનાં રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.01 ઓક્ટોબર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરવા વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022 થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ પર અરજી કરવા, ફી ભરવા માટે બે માસની સમયમર્યાદા, સત્તામંડળના નિર્ણયથી નારાજ અરજદાર નિર્ણય મળ્યાના 60 દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરવાનો સમાવેશ થાય છે. બાંધકામના આધાર માટે નિયત કરેલા દસ્તાવેજોમાં ખોટી માહિતી રજૂ કરનાર સામે ફોજદારી કાયદા મુજબ કાર્યવાહી કરાશે નવી શ2તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહી તેવી જોગવાઇ પણ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement